ભાવનગર મહાનગરનો લલકાર

દબાણમુક્ત શહેરઃ ભરતનગર સોસાયટી પાસે બુલ્ડોઝર ફર્યું, 100 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી

  • November 28, 2025
  • 0 Comments

ભાવનગરઃ ભરતનગર મેમણ કોલોની પાસે ગેરકાયદે દબાણ મુદ્દે મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ હાઉસિંગ બોર્ડની તરફેણમાં ચૂકાદો આવ્યા બાદ કોર્પોરેશને ડિમોલિશન કરી બુલડોઝર ફેરવ્યું હતું. ભાવનગરમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા તો છેલ્લા ઘણા સમયથી શહેરમાં ઓપરેશન ડિમોલિશન કરી સરકારી જમીન ખુલ્લી કરવા કામગીરી શરૂ કરી છે. મસ્જિદ પર બુલડોઝર […]

રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે વેઈટિંગઃ કસ્ટમ વિભાગે સલાહ-સૂચન કર્યા પણ ઈમિગ્રેશન મંજૂરીની રાહ

  • November 28, 2025
  • 0 Comments

રાજકોટઃ રાજકોટના હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કામગીરી શરૂ કરી દીધી છે. જેને લઈ ગુરૂવારે જામનગરની કસ્ટમ વિભાગની ટીમે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં કાર્ગોના કાઉન્ટર સહિત અન્ય સુવિધાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પછી જે તે સંબંધિત અધિકારીઓને સૂચન આપવામાં […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Jignesh Mevani: બકલ-પટ્ટા ઊતારી દેવાની વાત કરનાર મેવાણીએ નિવૃત IPSને ટોણો માર્યો

  • November 28, 2025
  • 0 Comments

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસના બક્લ પટ્ટા ઉતારી દેવાના નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મેવાણીએ હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી બે નિવૃત્ત આઈપીએસને આડે હાથ લીધા છે. મેવાણીએ નિવૃત્ત આઈપીએસ મયંકસિંહ ચાવડા અને આર.બી. બ્રહ્મભટ્ટને ટોણો મારતા જણાવ્યું છે કે, આ બંને અધિકારીઓને પોલીસની […]

ભારતનો લલકાર

મોટી સિદ્ધિઃ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું અનાવરણ

  • November 28, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ પીએમ મોદીએ ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરીને સ્પેસ ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો છે. સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું અનાવરણ થતાં એક વિશાળ તકનું સર્જન થયું છે. મોદીએ ગુરુવારે હૈદરાબાદમાં ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશ […]

Car Navigation Map, Google map ભારતનો લલકાર

દગાબાજ ટેક્નોલોજીઃ નેવિગેશનના રૂટ પર ચાલ્યા તો કાર દલદલમાં પહોંચી ગઈ

  • November 28, 2025
  • 0 Comments

નવી દિલ્હીઃ ટેકનોલોજીનો અતિ ઉપયોગ મુશ્કેલી સર્જે, પણ ટેક્નોલોજીના ભરસે આગળ વધુ ક્યારેક પરેશાનીને આમંત્રણ આપવા જેવું પુરવાર થાય છે. ટેકનોલોજી પર આંખ મીંચીને વિશ્વાસ કરવો હવે યોગ્ય નથી. એક સામાન્ય પ્રવાસ પણ ટેક્નોલોજીના સહારે જીવલેણ બની શકે. અજાણ્યા રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે નેવિગેશન એપનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. ટેકનોલોજી મદદરૂપ થઈ […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

શાબાશઃ પાંચ મહિનાના બાળકના ગળામાંથી બટન સેલ દૂર કરાયો, શિશુને મળ્યું નવજીવન

  • November 28, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે પાંચ મહિનાના એક માસૂમ બાળકનો જીવ બચાવીને નવજીવન આપ્યું છે. આ સાથે ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ (બેટરી) ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું. હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો. […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

આક્ષેપબાજીઃ હાઈવે મુદ્દે અમિત ચાવડાએ કર્યા ગડકરી પર શાબ્દિક પ્રહાર, કહ્યું CMએ રસ્તા મુદ્દે મંત્રીને કહેવું પડે છે

  • November 28, 2025
  • 0 Comments

અમદાવાદઃ રસ્તાની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કેટલાક સૂચનો કર્યા છે. દર ચોમાસે ધોવાઈ જતા નેશનલ હાઈવે અને તેને સમાંતર જોડતા રસ્તાઓની હાલત મગરમચ્છની પીઠ સમાન થતાં તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા નીતીન ગડકરીએ રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સમીક્ષા કરી, સ્થળ તપાસ કરીને જે […]

ધર્મનો લલકાર

દર્શનના દ્વાર ખુલ્યાઃ નીલકંઠ મહાદેવ મંદિરમાં અન્નપૂર્ણા વ્રતનો આરંભ, 700 વર્ષ જૂનુ છે મંદિર

  • November 27, 2025
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદમાં વર્ષો જૂના મંદિરો અસ્તિત્વ ધરાવે છે. આ મંદિરોનું એક આગવું મહત્ત્વ હોય છે. માતાજીનું મંદિર હોય કે શિવાલય, દરેક મંદિર સાથે અમદાવાદની કે ધર્મની એક કથા જોડાયેલી હોય છે. આવી જ એક કથા અસારવામાં આવેલા મંદિર સાથે જોડાયેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. અસારવામાં આવેલા આશરે 700 […]

મોરબી મહાનગરનો લલકાર

પાણીનો પોકારઃ ત્રણ વર્ષથી પાણી ન મળતા સ્થાનિકોએ પાલિકામાં રામધૂન બોલાવી

  • November 27, 2025
  • 0 Comments

મોરબીઃ મોરબી શહેરમાં પાણીને લઈને સ્થાનિકોએ તંત્રની કચેરીમાં રામધૂન બોલાવી, વિરોધ કર્યો છે. શહેરના ઋષભનગર સોસાયટીમાં સ્થાનિકો છેલ્લા ત્રણ વર્ષથી પાણીના અભાવનો અનુભવી રહ્યા છે. પાણીને લઈ તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હતી પણ તંત્ર પાણીમાં બેસી ગયું હતું. પાણીના મુદ્દે કાયમી નિવેડો આવે એવું સ્થાનિકો ઈચ્છે છે. ગુરૂવારે આ સોસાયટીની મહિલાઓએ તંત્રની કચેરીએ જઈ […]

મોરબી મહાનગરનો લલકાર

Ram Mandir Flag Hoisting: હિન્દુ સંગઠન દ્વારા આતશબાજીથી ઉજવણી

  • November 27, 2025
  • 0 Comments

મોરબીઃ મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આતશબાજી કરીને રામ મંદિરમાં ધ્વજા રોહણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ તથા દુર્ગાવાહિની દ્વારા આતશબાજી કરી ઉજાણી કરવામાં આવી હતી. રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે. આ સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેનું આ પ્રથમ પગલું […]

Translate »