ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: ગીર ગઢડામાં રહેણાંક મકાનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, પોલીસે આરોપી સાથે 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

  • February 6, 2026
  • 0 Comments

ગુજરાતમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસે રહેણાંક મકાનની ખાલી જગ્યામાં ગાંજાની ખેતી કરીને તેનું વેચાણ કરતાં એક વૃદ્ધની ધરપકડ કરી છે. પોલીસની આ કામગીરીને કારણે સમગ્ર જિલ્લામાં નશાની હેરાફેરી કરનારા માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 75 વર્ષિય […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થીએ બીજાને બ્લેડ મારી દીધી

  • February 6, 2026
  • 0 Comments

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ જાગ્યો છે. આ સ્કૂલમાં અગાઉ બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવાઈ હતી. સરકાર હસ્તક ગયા બાદ પણ આ સ્કૂલમાં સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. વિદ્યાર્થી મોનિટર હોવાથી તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં આવવાનું કહેતા […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલના રંગમાં ભંગ, 81 યુવક યુવતીઓની અટકાયત

  • February 5, 2026
  • 0 Comments

કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે. પ્રોહિબિશનનો કડક અમલની ગુલબાંગો ફૂંકવામાં આવે છે ત્યારે અમદાવાદના સાણંદમાં પોલીસે માલેતુજારોની દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. સાણંદના ગોરસ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચાલી રહેલી દારૂ અને હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. જેમાં 81 જેટલા યુવકો અને યુવતીઓની અટકાયત કરાઈ હતી. 20થી વધારે […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: AMCનું રુ. 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, રેલવે ઓવરબ્રિજ,એલિવેટેડ કોરીડોર અને ત્રણ ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત

  • February 4, 2026
  • 0 Comments

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Patan News: યુનિવર્સિટીમાં MA સેમેસ્ટર-3ના પેપર ચેકિંગમાં ગોલમાલ, પ્રોફેસરે લખાણ વાંચ્યા વિના જ માર્કસ આપ્યા

  • February 4, 2026
  • 0 Comments

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી MA સેમેસ્ટર-3ની પરીક્ષામાં મહેસાણાની એક ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરે 200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાંચવાની તસ્દી લીધા વગર જ, માત્ર પોતાની ગણતરીની સરળતા માટે ‘રેવડી’ની જેમ એકસરખા ગુણ પધરાવી દીધા હતા. આ ગંભીર લાપરવાહી પકડાતા જ યુનિવર્સિટીએ લાલ આંખ કરી પ્રોફેસરને પરીક્ષાની તમામ કામગીરીમાંથી આજીવન બરતરફ કરી વધુમાં કાર્યવાહી માટે તપાસ બેસાડી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: શહેરમાં 12 વિસ્તારો નો કેટલ ઝોન જાહેર, રોડ પર ઢોર દેખાશે તો પોલીસ ફરિયાદ થશે

  • February 4, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને AMC દ્વારા ઢોર પોલીસી અમલી બનાવાઈ છે. શહેરમાં 12 જેટલા જાહેર સ્થળોને કોર્પોરેશન દ્વારા નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાના અસરકારક અમલ માટે પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક ઢોર માલિક ઢોરને ભગાડી દેતા સીએનસીડી વિભાગના […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાંખી

  • February 3, 2026
  • 0 Comments

અમદાવાદમાં થોડા સમય પહેલા જ સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. હવે આવો પણ ભયાનક બનાવ સામે આવ્યો છે. શહેરના મણિનગર વિસ્તારની દુર્ગા સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી દીધી હતી. વિદ્યાર્થીએ આ પાણી પીધું હતું. ત્યાર બાદ તબિયત લથડવાની અણી પર […]

યુટિલિટી ગ્લોબલ ન્યૂઝ ટ્રેંડિગ ન્યૂઝ

Business: અમેરિકાએ ટેરિફ ઘટાડતા જ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2500 પોઈન્ટ અને નિફ્ટી 700 પોઈન્ટ વધ્યો

  • February 3, 2026
  • 0 Comments

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદેલો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પની આ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં આજે 3 તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ 2500 પોઈન્ટ વધીને 84000 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 700 પોઈન્ટ વધીને 25,800 પર ટ્રેડ થઈ રહ્યો છે. ટેરિફના […]

રાજકોટ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot News: જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી યસ બેંકમાં આગ લાગી, મોટું નુકસાન થયાનો અંદાજ

  • February 3, 2026
  • 0 Comments

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડને ઘટનાનો કોલ મળતાની સાથે જ ટીમ રવાના થઈ હતી અને ત્રણ ફાયર ફાયટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગથી બેંકમાં મોટા […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટઃ એક પોલીસ સ્ટેશનમાં જેઠાલાલ અને સુંદરલાલ ચર્ચામાં,ગીરીના સામાજિક પાવરની બોલબાલાએ તો ભારે કરી

  • February 2, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

Translate »