જૂનાગઢ: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસમાં 4.18 લાખ કિલો ધાણાની આવક થઈ છે. શુક્રવારે રૂ.2551 ઊંચા ભાવ પ્રાપ્ત થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે. આગામી દિવસોમાં ધાણાની આ આવક વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૂનાગઢ પંથકમાંથી ઘાણાની આવકમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ માર્કેટિંગ યાર્ડમાં ઘાણાની 4.18 લાખ કિલોથી વધુની આવક થઈ છે.

શુક્રવારે સૌથી વધારે આવક
શુક્રવારે સમાહની સૌથી વધુ ક્વિન્ટલમાં ધાણાની આવક થઈ હતી. સારા ભાવ મળી રહેતા ધાણા પકવતા ખેડૂતો હરખાયા છે. ધાણાના મણના 20.2551 ભાવ મળ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ઘઉં, ચણા બાદ ઘાણાનું સૌથી વધુ વાવેતર થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં તા.24 ના સોમવારે માર્કેટિંગ યાર્ડમાં ઘાણાની 604 ક્વિન્ટલ આવક થઈ હતી. ચાર દિવસમાં જ ઘાણાની આવક અઢી ગણી વધી છે. ગઈકાલે શુક્રવારે માર્કેટિંગ યાર્ડમાં ૧૬૫૧ ક્વિન્ટલ ધાણાની આવક થઈ હતી.
સેક્રેટરીનો મત
યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાના જણાવ્યા મુજબ સોમવારથી શુક્રવાર પાંચ દિવસમાં ઘાણાની 4188 એટલે 4.11 લાખ કિલોથી વધુ ઘાણાની આવક થઈ છે.સમાહ પ્રારંભે ઘાણાના 2.1880 ઊંચા ભાવ હતા. પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોને તેની મહેનતની રકમ પ્રાપ્ત થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, જેતપુર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જણસીઓનું વેચાણ કરવા આવે છે.