રાજકોટ: રાજકોટ મહાપાલિકા તંત્ર કયારે ક્યાં આગળ શા માટે ખોદકામ કરશે તેની આગાહી કોઈ કરી શકે તેમ નથી. શહેરના યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારમાં સતત છેલ્લા ત્રણેક મહિનાથી બેફામ આડેધડ અને આયોજન વિના ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જાગનાથ વિસ્તારની પીવાના પાણીની પાઇપલાઇન 40 વર્ષ જૂની હોય અવાર નવાર લીકેજ થતી હોય તેમજ પ્રદુષિત પાણી વિતરણની સમસ્યા રહેતી હોય લાખો રૂપિયાના ખર્ચે જૂના જાગનાથ અને નવા જાગનાથ વિસ્તારની જૂની પાઇપલાઇન દૂર કરી તેના સ્થાને ડકટ આયર્નની લાઇન નાખવામાં આવી રહી છે.
ખોદકામને લઈ પ્રજા પરેશાન
આ માટે કાયેલા આડેઘડ ખોદકામ બાદ ખાડામાં ધૂળ નાખી દીધા જેવું પુરાણ કર્યું હતું જેને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યાં જ આજથી મોબાઇલ કંપનીએ જાગનાથની શેરીઓ ખોદી નાખી છે. જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉધ્ધા છે. જાગનાથ વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ પણ હજુ પૂર્ણપણે પૂર્ણ થયું નથી આથી યાર્મિક રોડ ઉપર ડીઆઇ લાઇન નાખવા ખોદકામ શરૂ કરાયું છે સાથે સાથે ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦માં રામકૃષ્ણ ડેરીથી એલઆઇસી ઓફિસ તરફ જતાં રોડ ઉપર ટેલીકોમ કંપનીએ ખોદકામ શરૂ કર્યું છે. જેના કારણે અનેક શેરીઓના રસ્તા બંધ થઇ ગયા છે.