પોરબંદર: પોરબંદર નજીકના કોલીખડા ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના હેઠળ તાલુકાના કોલીખડા ગામમાં,પ્રોજેક્ટ ડિરેકટર આત્માના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ હતી.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડુત મિત્રો અને કૃષિપ્રેમીઓ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસીસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતીની તાલીમ અંગે સમજ
અધિકારીની ટીમે આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર સમજુતી આપી હતી તથા વર્તમાન પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી સમયની તાત્કાલિક જરુરીયાત બની ગઈ છે તે બાબતે ભારે મુક્યો હતો. ખેડુત મિત્રોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ઉર્વરતા વધારવા, રાસાયણિક મુકત ખેતી દ્વારા સ્વચ્છ આહાર ઉત્પાદન જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના મુદ્દાઓ પણ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે હાજર ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક ખેતી પતિ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનો સ્વીકાર કરી દેશના સર્વાંગી વિકાસ અભિયાનમાં સક્રિયપણે જોડાવાની ખાત્રી આપી હતી.