સુરેન્દ્રનગર-લીંબડીઃ એસટી વિભાગ દ્વારા ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે સમયાંતરે મોટા નિર્ણય લેવાય છે. ખાસ કરીને નાના સેન્ટરમાંથી મહાનગરને જોડવા શ્રેષ્ઠ સેવા મળી રહે એ માટે બસ સર્વિસ તથા રૂટ વધારવામાં આવે છે. તહેવારના દિવસોમાં વધારાની બસ દોડાવીને ઘસારાને પહોંચી વળવા માટે પગલાં લેવાય છે. લીંબડી એસટી ડેપો દ્વારા અમદાવાદ અને કચ્છ તરફ મુસાફરી કરતા મુસાફરોને અવર-જવર કરવામાં સરળતા રહે તે માટે 2 ગુર્જર નગરી બસ શરૂ કરવામાં આવી છે. હવે લીંબડીથી ડાયરેક્ટ અમદાવાદ અને કચ્છ જવા માટે ડાયરેક્ટ બસ મળી રહેતા મોટી સંખ્યામાં મુસાફરોને રાહત થશે. એસ વિભાગના આ પગલાંથી લીંબડીથી કચ્છ અને અમદાવાદ જતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
નવી બસનો ઉપડવાનો સમય
લીંબડી એસટી ડેપો દ્વારા અમદાવાદ અને કચ્છ જતાં મુસાફરો માટે 2 ગુર્જર નગરી બસ શરૂ કરાઈ છે. આ બસ બપોરે 12:15 કલાકે લીંબડીથી રવાના થઈ સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ પહોંચશે.આ જ બસ ફરીઅમદાવાદથી લીંબડી આવશે. સાંજે 7:30 કલાકે લીંબડીથી ઉપડીને સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, સામખિયાળી, અંજાર, ભુજ થઈને નારાયણ સરોવર પહોંચશે. બીજી એસટી બસ નારાયણ સરોવરથી બપોરે 4 કલાકે ઉપડીને કચ્છ, ઝાલાવાડના તાલુકાના એસટી બસ સ્ટેન્ડમાં ફરીને વહેલી સવારે 3 કલાકે લીંબડી ડેપોમાં પહોંચશે.
નેતા-હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાની સૂચનાથી પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, કારોબારી ચેરમેન દલસુખભાઈ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને એસટી ડેપોના મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, ડો.પી.જે રાણા સહિતે એસટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.