અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આગામી 7 ડિસેમ્બરે રૂ.2395.77 કરોડના 68 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે ગુજરાત મુલાકાતે આવશે.કુલ 618 કરોડનાં 15 કામનું લોકાર્પણ કરશે. જેમાં અમદાવાદ શહે૨ ના 618.27 કરોડનાં 15 કામનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેઓ બે આવાસ યોજનાનાં મકાનોનો પણ ડ્રો કરાવીને લોકોનું ઘરના ઘરનું સપનું પૂર્ણ કરશે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 273.94 કરોડનાં 15 કામોનું લોકાર્પણ, 835.11 કરોડના ખર્ચે તૈયાર થનારા 23 કામનું ખાતમુહૂર્ત થશે.
વસ્ત્રાપુર લેકને ખુલ્લો મૂકશે
આ ઉપરાંત રૂ. 1109.05 કરોડના ખર્ચે કુલ 38 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. જ્યારે કેન્દ્રીય મંત્રીના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અન્ય કામો મળી કુલ 2395.77 કરોડનાં 68 કામનું ખાતમુહૂર્ત તેમ જ લોકાપર્ણ કરાશે. અમદાવાદમાં લોકાર્પણ થનારાં કામોમાં વસ્ત્રાપુર તળાવ, બોપલના ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, મેમનગર પાર્ટી પ્લોટ સહિતનાં અનેક કામો ઉપરાંત 2 સ્થળે તૈયાર થયેલા ઇડબ્લ્યુએસ આવાસોનો ડ્રોનો સમાવેશ થાય છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ જુદા-જુદા પ્રોજેક્ટની સમિક્ષા પણ કરશે.