બોટાદઃ દારૂ-ડ્રગ્સની સાથે હવે ગાંજાનું વાવેતર વધતા ફરી એકવાર કાયદાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાંથી ગાજાના વાવેતરનું નેટવર્ક પકડાયું છે.બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી ગાંજાની ખેતી કરતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાનું કુલ વજન 198.190 કિલોગ્રામ હતું, જેની બજાર કિંમત ₹99,09,500/- આંકવામાં આવી છે.
ખેતરના માલિક અને મુખ્ય આરોપી અજીતસિંહ બારડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંજાના બીજ સપ્લાય કરનાર સહિત અન્ય 3 આરોપીઓ પોલીસની પકડથી હજું ફરાર છે. આ જથ્થો ‘વ્યાવસાયિક જથ્થામાં આવતો હોવાથી આરોપીઓ સામે NDPS એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, ગાંજાનું વાવેતર કરવું ગેરકાયદેસર છે. આટલી મોટી સંખ્યમાં બીજ તથા ગાંજો આવ્યો ક્યાંથી એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.