અમદાવાદઃ ભારતના અલગ-અલગ રાજ્યના નાગરીકોને લોભ લાલચ આપી અલગ-અલગ બેંકમાાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની બેંક કીટ તથા સીમકાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાાં અંદાજે ₹.804 કરોડના કુલ 1549 સાયબર ક્રાઈમના ગુના આચરતા વધુ 06 આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાાંધીનગરની ટીમે સુરતમાં એક ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને 10 આરોપીની ધરપકડ કરી હતી. જે સંદર્ભે વધુ 06 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના આ કેસના તાર દુબઈ સાથે જોડાયેલા છે.
200થી વધુ ટ્રકનો ભંગાર
છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા કમલેશ અશોક સેન, સાગર અશોક સેન, રાહુલકુમાર અગ્રવાલ, સાઝેબ ખેરાણી, સોહિલ વઢવાણિયા તથા અમીન અકબર ભાઈ ભાયાણીની પોલીસ ધરપકડ કરી છે. લોકોને લાલચ આપી, જુદી-જુદી બેંકમાં ખાતા ખોલાવીને, એમના મોબાઈલ નંબરના સિમકાર્ડ મેળવી દુબઈ ખાતે રહી ઈન્ટરનેટના માધ્યમથી છત્તેરપિંડી કરતા હતા. તે બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી આ પૈસા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવતા હતા. ભંગારના ધંધાની આડમાં સાયબર ક્રાઈમના મેળવેલા પૈસા સગેવગે કરવામાં આવતા હતા. સાઝેબ, સોહિલ અને આમીન ભંગાની આડમાં 200થી વધારે ટ્રકનો ભંગાર આમીર નામના વ્યક્તિને મોકલી એની પાસેથી રોકડમાં નાણાં લેતા હતા. સાઝેબે પુરાવાનો નાશ કરવા માટે પોતાનો ફોન ફેંકી દીધી હતો.
ઓળખ છુપાવીને મેસેજિંગ થતા
SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જુદા-જુદા બહાના આપી છેત્તરપિંડી આચરતા હતા. કમિશન પર બેંક એકાઉન્ટ લઈને છેત્તરપિંડીના પૈસાને ટ્રાંસફર કરવામાં આવતા હતા. પોલીસે દુબઈ ક્નેક્શન શોધવા માટે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ કેસમાં તમામની પૂછપરછ કરતા આ કેસની વધુ વિગત સામે આવી શકે છે. જોકે, આ અંગે પોલીસ વધુ કાર્યવાહી કરશે. સુરતના સાયબર ફ્રોડ આચરતી ગૅંગના પ્રકરણમાં પોલીસ બે શખ્સોને મુંબઈથી ઝડપી લીધા હતા. જેમાં જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર અને સુરત શહેરના દીપ ઠક્કર બેંગકોક અને વિયેતનામમાં રહીને પૈસાની લેતીદેતી સંભળતા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગેમિંગ અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ કામગીરી કરતા હતા. સાયબર ક્રાઈમ પોલીસે બન્ને પાસેથી ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.