પોરબંદર મહાનગરનો લલકાર

Weather Report: પવનનું જોર વધતા ઠંડીનો અહેસાસ, સવારે અને રાત્રે ઠંડક વધુ

Gujarat Winter

Weather Report: રાજ્યમાં શિયાળો પોતાનો અસલ રંગ દેખાડી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ટાઢક વધતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પવનની દિશા અને ગતિમાં ફેરફાર થતા ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 10થી 15 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. રવિવારે (તા.8 ડિસેમ્બર) નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 10.06 ડિગ્રી સાથે કચ્છ પાસે આવેલું નલિયા ઠંડુગાર રહ્યું છે.

Gujarat Winter Season

બપોરે થોડી ગરમી

ગુજરાત રાજ્યમાં સોમવારથી છેલ્લા ચાર દિવસથી બપોરના સમયે ઠંડીમાંથી થોડી રાહત મળી રહી છે. વહેલી સવારે પવનની ગતિમાં વધારો થતા ઠંડક વર્તાઈ રહી છે. મોડી રાત્રી પણ ટાઢક વધતા ઠંડીનું ચમકારો અનુભવાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનાર અઠવાડિયાથી ઠંડી વધશે. તાપમાન નીચું જશે. પૂર્વ દિશાથી પવન ફૂંકાવવાનું શરૂ થતા ઠંડી અનુભવાઈ રહી છે. રવિવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે દિવસભર 10 કિમીની ઝડપથી પવન ફૂંકાતા શિયાળાની અનુભૂતિ થઈ હતી. એક અઠવાડિયા સુધી આ પવન ફૂંકાવવાનું યથાવત રહી શકે છે.

તાપમાન ઘટશે

તારીખ 15 ડિસેમ્બરથી વાતાવરણામાં પલટો આવશે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનથી તાપમાનનો પારો ગગડશે. તાપમાનનો પારો 5થી 8 ડિગ્રી સુધી ગગડવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જેની સીધી અસર જનજીવન પર થઈ રહી છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો ગરમ ટોપી, જેકેટ, શાલ અને હાથ મોજા પહેરીને બહાર નીકળી રહ્યા છે. તો મોડી રાત્રે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. ઠંડીના કારણે વહેલી સવારે આંશિક ધુમ્મસ જોવા મળે છે. ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં શિયાળું મિજાજ એટલો વર્તાયો નથી. આવનારા અઠવાડિયા સુધી અમદાવાદ શહેરનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. કંડલા એરપોર્ટ પર 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ વહેલી સવારે વધુ રહ્યું હતું. કચ્છમાં વહેલી સવારે સતત ત્રણ દિવસથી ધૂધળો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના પગલે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે મહિનામાં હજું વધારે હિમવર્ષા થશે એમ પશ્ચિમના રાજ્યોના તાપમાનમાં ફેરફાર થશે.

 

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »