રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર કેસના કારણે શંકા અને ચર્ચામાં રહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલી FSLમાં આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ કિસ્સાને અકસ્માત નહીં પૂર્વ આયોજિત હત્યા ગણાવી હતી. જેમાં ગણેશ જાડેજા સામે મોટા આક્ષેપો થયા હતા. આ કેસ અંગે રાજકોટની કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં ગણેશે નાર્કો ટેસ્ટ (Ganesh Jadeja narco test procedure granted) અંગેની સહમતી આપી હતી. એ પછી કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટેનો હુકમ જાહેર કર્યો હતો.
નાર્કો ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ પ્રોજિસર
પોલીસે એવું જાહેર કર્યું હતું કે, રાજકુમારનું મૃત્યું બસની અડફેટે આવતા થયું છે. આ કેસમાં પરિવારજનો હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે. આ બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાને લઈને નાર્કો ટેસ્ટ અંગે મંજૂરી અગાઉ ગણેશ જાડેજા માટે આપવામાં આવી ન હતી. જે હવે આપવામાં આવી છે. નાર્કો ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ પ્રોજિસર અને અન્ય ડૉક્યુમેન્ટ સંબંધી પ્રક્રિયાઓ કરવામાં આવશે. જે એકથી બે દિવસ સુધી ચાલશે. 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસમાં જોડાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ અંગે મોટી કાર્યવાહી કરી શકે છે. એ પછી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ અંગે મોટી કાર્યવાહી કરી શકે
પોલીસે એવું જાહેર કર્યું હતું કે, રાજકુમારનું મૃત્યું બસની અડફેટે આવતા થયું છે. આ કેસમાં પરિવારજનો હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે. આ બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાને લઈને નાર્કો ટેસ્ટ અંગે મંજૂરી અગાઉ ગણેશ જાડેજા માટે આપવામાં આવી ન હતી. જે હવે આપવામાં આવી છે. નાર્કો ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ પ્રોજિસર અને અન્ય ડૉક્યુમેન્ટ સંબંધી પ્રક્રિયાઓ કરવામાં આવશે. જે એકથી બે દિવસ સુધી ચાલશે. 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસમાં જોડાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ અંગે મોટી કાર્યવાહી કરી શકે છે. એ પછી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં બસ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ નહીં થાય. એની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાને લઈને આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. નાર્કો ટેસ્ટના રીપોર્ટ આવ્યા બાદ રાજકુમારના મૃત્યું અંગેની હકીકત સ્પષ્ટ થશે. અકસ્માત કે હત્યા અંગેની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ શકે. આ કેસમાં ગણેશ જાડેજા સહિત અન્ય દસ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.