નવી દિલ્હીઃ ઈન્ડિગોના ફ્લાઈટ ઓપરેશનમાં આવેલી સમસ્યાઓ બાદ ટેકનિકલ ખામીઓ પર નિયંત્રણ મેળવવા માટે સમગ્ર ઢાંચ બદલાવવા માટે પગલાં લેવાયા છે. ફ્લાઈટમાં સતત વિલંબ, કેન્સલેશન અને સુરક્ષાને લગતા મુદ્દાઓને લઈ DGCAએ કેટલાક નિયમો કડક કર્યા છે. 12 પેજની નવી ગાઈડલાઈન્સ અનુસાર કોઈ પણ નિશ્ચિત ફ્લાઈટના ટેકઓફમાં કોઈ ટેકનિકલ કારણોસર 15 મિનિટથી વધારે વિલંબ થશે તો એની તપાસ કરવામાં આવશે. આ નિયમને ફરજિયાત કરી દેવાયો છે. એરલાઈન્સ કંપનીએ એ વાત સ્પષ્ટ કરવી પડશે કે, ફ્લાઈટના ટેકઓફમાં મોડું શા માટે થયું. આ માટેનું ચોક્કસ કારણ આપવું પડશે.

DGCAએ પગલાં લીધા
DGCA એ જણાવ્યું હતું કે, કંપનીએ જણાવવું પડશે કે, જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી એને કેવી રીતે દૂર કરવામાં આવી,બીજીવાર આવી ખામી ઊભી ન થાય એ માટે શું ઉપાય કરવામાં આવ્યા. આ એવા નિયમો છે જે અગાઉ ન હતા. કંપનીના ધ્યાને કોઈ મેજર ડિફેક્ટ આવે તો તરત જ DGCAને ફોન પર જાણ કરવાની રહેશે. 72 કલાકમાં વિસ્તારથી એનો રીપોર્ટ આપવો પડશે. ત્રણ વાર ડિફેક્ટ જણાશે તો એને રીપીટેટિવ ડિફેક્ટ માનવામાં આવશે. એના પર અલગથી તપાસ કરાવવામાં આવશે. DGCAએ આવા કડક નિયમો એટલા માટે જાહેર કર્યા છે કારણ કે,એરલાઈન્સ કંપનીઓની ડિફેક્ટ વ્યવસ્થા નબળી હતી. અત્યાર સુધી 15 મિનિટ મોડું થાય તો તપાસ માટેની કોઈ વ્યવસ્થા ન હતી. જે હવે લાગુ કરવામાં આવી છે. રીપિટ ડિફેક્ટની પણ કોઈ વ્યાખ્યા ન હતા.

ઈન્ડિગોનો જવાબ
આ સમગ્ર નિયમો અંગે એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, 3,4 અને 5 ડિસેમ્બર દરમિયાન જે પ્રવાસીઓની ફ્લાઈટ કેન્સલ થઈ હતી અથવા કલાકો સુધી જેઓ ફસાયા હતા, એમને 10 હજાર રૂપિયા સુધીનું ટ્રાવેલ્સ વાઉચર વળતર રૂપે આપવામાં આવશે. આ વાઉચરનો ઉપયોગ 12 મહિના સુધી ઈન્ડિગોની કોઈપણ ફ્લાઈટના બુકિંગ માટે કરી શકાશે.હકકીત એ પણ છે કે, ઈન્ડિગોની એક અઠવાડિયામાં 5 હજારથી વધારે ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી હતી. ઈન્ડિગોના ચેરમેન વિક્રમસિંહે વિડિયો જાહેર કરીને માફી માગી હતી. ઈન્ડિગોનું સંચાલન ખોરવાતા દેશના 11 એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. નવા નિયમ અનુસાર ફ્લાઈટના એન્જિન શટ ડાઉન, પ્રાયમરી સ્ટ્રક્ચર ફ્લોયર પર યુદ્ધના ધોરણે રીપોર્ટ કરવાના રહેશે.

નવા નિયમો જાણી લો
DGCA તપાસ માટે ડિફેક્ટેડ પાર્ટ અને રેકોર્ડ સુરક્ષિત રાખવા માટે આદેશ આપી શકે, એરલાઈન્સે પોતાના ઑપરેશનની દર મહિને અને ત્રણ મહિને ફ્લીટ પર્ફોમન્સ રીપોર્ટની ફાઈલ આપવાની રહેશે. વિમાનમાં મેજર ડિફેક્ટ સાથે જોડાયેલા પાર્ટ્સ ને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી સુરક્ષિત રાખવાના રહેશે.
મેજર ડિફેક્ટ ગણાશેઃ ટેકઓફ દરમિયાન આગ લાગવી, શટડાઉન અથવા બહારથી થયેલું નુકસાન, લેન્ડિગ ગિયરનું ન ખુલવું અથવા બંધ ન થવું.દરવાજાનો લોક ફેલ્યોર, ફાયર એલાર્મ વાગશે તો પણ એ મેજર ડિફેક્ટ ગણાશે,ઈમરજન્સી લેન્ડિંગ અને રૂટ બદલાવો.