Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના બોંડી બીચ પર થયેલા ફાયરિંગ કેસમાં પાકિસ્તાન ક્નેક્શન સામે આવ્યું છે. ભારત, ઈટલી, અમેરિકા, ફ્રાંસ સહિતના દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. સિડનીના એક વરિષ્ઠ અધિકારીએ વાત કહી. તેમણે જણાવ્યું હતું કે, બોંડી બિચ પર થયેલા ફાયરિંગ કેસમાં એક વ્યક્તિની ઓળખ થઈ છે. જેનું નામ નવીદ અકરમ છે, સિડનીના બોનિરિંગનો રહેવાસી છે. હકીકતમાં જે મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે. સોશિયલ મીડિયા પર નવીદ અકરમની તસવીર વાયરલ થયો હતો. એ પછી અનેક પ્રકારની વાતો સામે આવતી હતી. એના લાયસન્સના એક ફોટો પરથી એ વાત જાણવા મળી કે, નવીદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી પહેરીને ફોટો ક્લિક કરાવી લાયસન્સમાં મૂક્યો હતો. શુટર નવીદ ઈસ્લામાબાદની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યો છે અને ઓસ્ટ્રેલિયાના અલ મુરાદ ઈન્સ્ટિટ્યૂટમાં પણ અભ્યાસ કર્યો હતો.

12 લોકોના મૃત્યું
સોશિયલ મીડિયા પર થઈ રહેલી કોમેન્ટને લઈને સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મલ લૈન્યને એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ બદલો લેવાનો સમય નથી. પોલીસને એનું કામ કરવો દો. જે શંકાસ્પદ છે એમાંથી એક વ્યક્તિની પોલીસ પાસે ઘણી ઓછી જાણકારી છે.આ હુમલામાં સામેલ બે શુટરમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બીજી વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલમાં એની સારવાર ચાલું છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, ત્રીજો હુમલાખોર આમા છે કે નહીં. સિડનીના બોંડી બિચ પર સાંજે 6.30 વાગ્યે બે શુટરે ગોળીબાર કર્યો હતો. જેમાં યહુદી નિશાના પર હતા. બેફામ ગોળીબારમાં અત્યાર સુધીમાં 12 લોકોનું મૃત્યું નીપજ્યું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ આને આતંકી ઘટના ગણાવી છે.

ઈઝરાયેલના વડાપ્રધાનની વાત
ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયાની સરકાર પર ઉશ્કેરણીનો આરોપ મૂક્યો હરતો. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ત્રણ મહિના પહેલા મેં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને લખ્યું હતું કે, તમારી પોલીસી યહુદી વિરોધી માનસિકતામાં વધારો કરી છે. આ આગમાં ઘી હોમવા જેવું છે. જ્યારે એક નેતા ચુપ હોય છે ત્યારે આવી માનસિકતા વધારે ફેલાય છે. જેની સામે કોઈ કાર્યવાહી કરતું નથી. અમે વારંવાર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને આ અંગે અપીલ કરી છે. આવી માનસિકતા ધરાવતા લોકો સામે પગલાં લેવાની માગ કરી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું હતું કે, આ એક આંતકી ઘટના છે. લોકો પ્રત્યે સંવેદના છે. જોકે, ફાયરિંગના પગલે દોડધામ મચી ગઈ હતી. યુદ્ધના ધોરણે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. ફાયરિંગને પગલે સમગ્ર બીચ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.