અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી સોના-ચાંદીના (Gold-Silver Rate) ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાએ લગ્ન પ્રસંગ ધરાવતા યજમાનોની ચિંતા વધારી છે. શુક્રવારે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સોના કરતા ચાંદી મોંઘી થઈ રહી છે. જ્યારે સોનાની કિંમતે પણ નવી સર્વોચ્ચ સપાટી સિદ્ધ કરી છે. સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય તેજીનો માનવામાં આવે છે. નવું વર્ષ શરૂ થતાં પહેલા જ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. 25 ડિસેમ્બરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 140,065 નોંધાયો હતો. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં 8થી 10 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

એક જ દિવસમાં ચાંદીમાં ₹8400 નો ભાવ વધારો
તા.26 ડિસેમ્બરના રોજ સોના કરતા ચાંદી મોંઘી થઈ હતી.ચાંદીના ભાવમાં ઉછાળો થતા ચાંદીની નવી કિંમત ₹233,100 નોંધાઈ હતી. જ્યારે સોનાનો ભાવ ₹139,000 નોંધાયો હતો. દેશની રાજધાનીમાંથી સામે આવેલી કિંમતને લઈને ફરી એકવાર સોનું-ચાંદી ચર્ચામાં છે. જુદા-જુદા રાજ્યમાં સોના-ચાંદીની કિંમત જુદી જુદી હોય છે. આ પાછળનું કારણ જે તે રાજ્યના ટેક્સ હોય છે. આ વર્ષ સોના-ચાંદીના રોકાણકારો માટે આર્થિક રીતે ફાયદારૂપ રહ્યું છે. કુલ ટકાવારી અનુસાર સોનામાં 70 અને ચાંદીના ભાવમાં 150 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. એક જ દિવસમાં ચાંદીમાં ₹8400 નો ભાવ વધારો થતાં ચાંદીની ચમક વધી છે. ચાંદીના ભાવમાં થયેલા ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે પુરવઠાની અસર, ઔદ્યોગિક માંગ અને ભારતની આયાતમાં વધારો જેવા કારણ જવાબદાર છે.જોકે, સપ્લાય અને ચેઈનમાં થયેલા હસ્તક્ષેપ પણ ક્યાંય જવાબદાર હોવાનું મનાય છે.

ભાવ વધારા પાછળનું કારણ
માર્કેટની વાત કરવામાં આવે તો શેરમાર્કેટમાં સતત ચડતી-પડતી પણ જવાબદાર છે. વિશ્વભરની બેંક સોનાની ખરીદીને પ્રાધાન્ય આપે છે. બીજી તરફ ચાંદીની કિંમતને આની અસર થાય છે. ડૉલર સામે રૂપિયો તળીયે જતા રોકાણકારો હવે સોના-ચાંદીમાં રોકાણને સેફ માને છે. સોના-ચાંદીના ભાવમાં થયેલા ઉછાળાની સીધી અસર લગ્ન સીઝન પર થવાની છે. મકરસંક્રાતિ બાદ ફરી લગ્ન સીઝન શરૂ થઈ રહી છે. જે માર્ચ મહિના સુધી ચાલશે. આ દિવસોમાં સોનાની કે ચાંદીની શુભ પ્રસંગે ખરીદી કરનારને વધુ પૈસા ચૂકવવા પડશે. શક્યતાઓ એવી પણ છે કે, લગ્ન પ્રસંગ જે ઘરમાં છે એમાં સોના ચાંદીના ભાવ બજેટ ખોરવી શકે છે.