નવી દિલ્હીઃ વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે. 1 જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થશે. કેલેન્ડરમાં 2026 સેટ થશે. નવા વર્ષની શરૂઆત થતાં જ દેશમાં કેટલાક આર્થિક નિયમમાં ફેરફાર થઈ રહ્યા છે. જેની સીધી અસર નાગરિકોના બજેટ પર થઈ શકે છે. તા. 1 જાન્યુઆરીથી LPG ગેસના ભાવથી લઈ પાનકાર્ડ, આધારકાર્ડ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર લાગુ નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની અવધી આ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. આ લિંક કરેલું નહીં હોય તો 1 જાન્યુઆરીથી તે નિષ્ક્રિય થઈ જશે. જેનાથી IT રીટર્ન કે બેંકના લાભ લઈ શકાશે નહીં. પાનકાર્ડ નિષ્ક્રિય થતા સરકારી યોજનાઓના લાભ પણ બંધ થઈ શકે છે.

UPIના નિયમોમાં ફેરફાર
UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમો કડક કરવામાં આવ્યા છે. ફ્રોડ અને સ્કેમને રોકવા માટે SIM વેરિફિકેશનના નિયમોને પણ કડક કરવામાં આવ્યા છે. જેથી WhatsApp અને Telegramથી થતાં ફ્રોડને અટકાવી શકાય. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને HDFC બેંક જેવી લોનના દર ઓછા કરવામાં આવ્યા છે. તા.1 જાન્યુઆરી એ લાગુ થવાના છે. જાન્યુઆરીથી નવી ફિક્સ ડિપોઝિટના વ્યાજના દર પણ નવા લાગુ થશે. જે રોકાણકારોને અસર કરી શકે છે.

LPG ગેસના ભાવમાં ફેરફાર
નવા વર્ષથી LPG ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. 1 જાન્યુઆરીથી LPG ગેસના ભાવ ઓછા થયેલા નવા ભાવ લાગુ થશે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટને થવાની છે. 1 ડિસેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવો આવકવેરા કાયદો 2025 1 જાન્યુઆરી 2026 ના રોજ સંપૂર્ણપણે લાગુ થશે નહીં, પરંતુ સરકાર જાન્યુઆરી સુધીમાં નવા ITR (ટેક્સ રિટર્ન) ફોર્મ્સ અને નિયમોને સૂચિત કરશે, જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. આ જૂના કર કાયદા, આવકવેરા કાયદા, 1961 ને બદલશે. નવા કાયદા હેઠળ, કર વર્ષની પ્રક્રિયા અને વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યા છે, ITR ફોર્મ્સ સરળ બનાવવામાં આવશે, અને સિસ્ટમ સુવ્યવસ્થિત કરવામાં આવશે.

આઠમા પગાર પંચનો અમલ
સરકાર 1 જાન્યુઆરી 2026 થી 8માં પગાર પંચનો અમલ કરે તેવી અપેક્ષા છે. ભલે તેમાં વધુ સમય લાગે. આનો અર્થ એ થયો કે 8માં પગાર પંચના અમલ પછી, કર્મચારીઓના પગાર અને પેન્શન 1 જાન્યુઆરી, 2026 થી જોડાયેલા રહેશે. એ નોંધવું જોઈએ કે 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થશે.