રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

T20 International: શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં શૈફાલીએ ઈતિહાસ રચ્યો, જેમીમાનો રેકોર્ડ બ્રેક

તિરુવનંતપુરમઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શૈફાલી વર્માએ શ્રીલંકા સામેની T20 મેચમાં દમદાર પર્ફોમ કર્યું છે. આ મેચ એમના કરિયરની (T20 International) સૌથી બેસ્ટ મેચ બની છે અને એક નવો ઈતિહાસ બનાવી દીધો છે. તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 79 રન કર્યા હતા. આ ઈનિગ્સ સાથે શૈફાલી એ T20 ફોર્મેટમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવ્યા છે. T20 ફોર્મેટમાં રન કરનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. એમની આ સિદ્ધિએ એક નવો માઈલસ્ટોન સેટ કર્યો છે.

Shafali Verma career

જેમીમા રોડ્રિગ્સનો રેકોર્ડ તોડ્યો

આ ધમાકેદાર ઈનિંગ સાથે શેફાલી વર્માએ જેમીમા રોડ્રિગ્સનો પાછલો રેકોર્ડ તોડી નાખ્યો. વર્ષ 2022 માં શ્રીલંકા સામે જેમીમાનો 76 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો. શેફાલીએ 42 બોલમાં 3 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકારીને 79 રન બનાવ્યા અને રેકોર્ડ પોતાના નામે કર્યો. આ શ્રેણીમાં અગાઉ બંને બેટ્સમેનોએ અણનમ 69 રન બનાવ્યા હતા, જેમાં તેમનું ઉત્તમ ફોર્મ દર્શાવવામાં આવ્યું હતું. ત્રીજી T20I માં પ્રથમ બેટિંગ કરતા, શ્રીલંકાની ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી. આખી ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ફક્ત 112 રન બનાવી શકી. ઈમેશા દુલાનીએ સૌથી વધુ 27 રન બનાવ્યા, જ્યારે હસિની પરેરાએ 25 રનનું કર્યા. ભારતીય બોલરોએ મજબૂત બોલિંગ કરી. રેણુકા સિંહે 4 વિકેટ લીધી, અને દીપ્તિ શર્માએ 3 બેટરને આઉટ કર્યા.

T20I Shafali Verma l

શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી

112 રનના સામાન્ય લક્ષ્યને પાર કરવા ભારતીય ટીમે દબાણનો સામનો કર્યો. શૈફાલી વર્માએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને રન રેટને ફરતી રાખી. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ એમને ઉત્તમ સહયોગ આપ્યો, અણનમ 21 રન બનાવ્યા. ભારતે માત્ર 13.2 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી. શ્રીલંકાની એકમાત્ર ખેલાડી કવિશા દિલહારી હતી જેણે બે વિકેટ લીધી હતી.આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 3-0 થી અજેય લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા પહેલા બે મેચ અનુક્રમે 8 અને 7 વિકેટથી જીતી ચૂકી છે. ત્રીજી મેચ હાર્યા બાદ શ્રીલંકાએ શ્રેણી ગુમાવી દીધી હતી. બાકીની બે મેચ હવે તા.28 અને 30 ડિસેમ્બરે આ જ મેદાન પર રમાશે, જ્યાં ભારત પોતાનો વિજય ક્રમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ પછી ફેબ્રુઆરીમાં મેન્સ ટી20 વર્લ્ડકપ આવી રહ્યો છે. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »