સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં તત્કાલિન કલેકટ અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગાળીયો કસાયો છે, 1500 કરોડના જમીન કૌંભાડમાં ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે.
ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ
તત્કાલિન કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતે ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ હતુ. અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી છે ત્યારે આ કેસમાં પૂર્વ કલેકટરની ધરપકડ કરવામાં આવી છે, ઈડી હવે પૂછપરછ કરી શકે છે. અત્યાર સુધી કઈ જમીનમાં શું કૌભાંડ કરાયું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 વ્યક્તિઓ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં ઈડીની તપાસ બાદ કરોડો રૂપિયાનાં જમીનમાં હવે કૌભાંડમાં સામે આવ્યું છે.
1500 કરોડનું કૌભાંડ
બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સરકારી કર્મી સામે ઈડીની તપાસના આધારે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જેને લઈને હવે રાજેન્દ્ર પટેલની પૂછપરછ થઈ શકે છે. જેમાંથી કોઈ મોટી વિગત સામે આવે એવા પૂરા એંધાણ છે. લાંચ-રૂશ્વત વિરોધી વિભાગમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે, ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) એ 1 કરોડ રૂપિયાની લાંચ લીધી છે. જેમાં ક્લેક્ટર સહિના અન્ય વ્યક્તિઓ પણ સામેલ છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા એમાં સામેલ છે. આ પહેલા તા. 27મી ડિસેમ્બરના રોજ ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. એ સમયે ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી 67 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ રકમ જમીન કૌભાંડ મામલાની હોવાનું તપાસમાંથી સામે આવ્યું હતું.