સુરેન્દ્રનગર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Crime: સાયલાના કસવાડી ગામે 18 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર કરતા બે ઝડપાયા

surendranagar drug bust 18 crore marijuana seized

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી ગાંજાની ખેતી કરતા બે શખ્સો પકડાયા છે. સ્થાનિક પોલીસ અને SOG પોલીસ એ બાતમીના આધારે બે ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાજો તથા રૂ. 18 કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં ગાંજાનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે કસવાળી ગામે બે ખેતરમાં ગાજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. ત્રણ ટ્રેક્ટર ભરીને ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે દરોડા પાડ્યા

પોલીસે રેડ કરતા એક કિલોમીટરના અંતરે અલગ અલગ ખેતરોમાં ગાજાનું વાવેતર થયેલું મળી આવ્યું હતું. આરોપી ભાવુભાઇ રવજીભાઇ મીઠાપરા એ તેના માલિકીના ખેતરમાં 120 લીલા છોડ, તુવેરની ખેતીની આડમાં રોપેલા હતા. જેને ઉખેડી 471 કીલો લીલો ગાંજો જપ્ત કરાયો છે. જેની કિંમત રૂ. 2.35 કરોડ થાય છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. ખેતરની નજીક માં જ આરોપી સંજયભાઈ ભોપાભાઇ તાવીયા એ પણ 550 ગાંજાના છોડ એરંડા અને કપાસની સાથે રોપ્યા હતા જેનું વજન 3036 કિલો છે. આ જથ્થાની કિંમત રૂ.15.18 કરોડ હોવાનું સામે આવ્યું છે.

બે જુદા જુદા ખેતરમાંથી ગાંજો જપ્ત

આમ એક દિવસમાં પોલીસ એ અલગ અલગ ખેતરમાંથી રૂપીયા 18 કરોડનો લીલો ગાંજો ઝડપી પાડયો હતો. હવે પોલીસ બન્ને આરોપીઓની આકરી પુછપરછ કરી રહી છે. આરોપીઓ કેટલા સંમયથી ગાજાનું વાવેતર કરતા હતા અને આ ગાંજાના બી કયાંથી લાવતા હતા. આ ગાંજો કોને વેચતા હતા. આ ગાંજાના વાવેતર પાછળ કોઇ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં. આ તમામ પ્રશ્નોના જવાબ પોલીસ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ સ્પષ્ટ કરશે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »