કચ્છ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર ધસમસતા ભારે વાહનો વચ્ચે અકસ્માત જોખમી બની રહ્યાં છે. ત્યારે કચ્છ જિલ્લાના પડાણામાં અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પડાણા પાસે અકસ્માતમાં એક નું મોત
કચ્છ જિલ્લાના પડાણામાં ભચાઉ ગાંધીધામ જેવા ભરચક હાઈવે પર ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ભારે વાહનો એકબીજાને અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ગેસ ટેન્કર હોવાનો કોલ મળતાં જ સાવચેતીના ભાગ રૂપે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.