સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં ગટર વાળુ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાથી લોકો વેચાતુ પાણી લાવી પીવા મજબુર બન્યા છે જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રીપેરીંગ કરી લોકોને સ્વચ્છ અને ચોખ્ખુ પાણી મળે તેવી વ્યવસ્થા કરે.
ગંદા પાણીની સમસ્યાઓથી ભારે હાલાકી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં અનેક જગ્યાએ પીવાનું પાણી ગંદું અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓના કાન સુધી લોકોની રજુઆત જાણે પહોચતી ન હોવાથી લોકો ગંદા પાણીની સમસ્યાઓથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે.સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ જોરાવરનગર જોડીયા શહેરોમાં મનપા દ્રારા દર ત્રણ દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે લોકોને નાવા ધોવા તેમજ પીવાનું પાણી ત્રણ દિવસ સુધી ચાલે તેમ સ્ટોરેજ કરવુ પડે છે પરંતુ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરોના પાણી અને ભુગ્રભ ગટરોનું જોડાણ ભળી જતા લોકોના નળમાં ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને મનપા માં રજુઆતો કરી રહ્યા છે પરંતુ તંત્રના બહેરા કાને કોઈ સાંભળનારૂ નથી.
વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી શકયતાઓ
વઢવાણ કંસારા બજાર, મગંળઘોડાની શેરી, કારડીયાવાસ સહિતના વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી નળ વાટે આવતુ હોઇ લોકોએ અવાર નવાર મનપા કચેરીમાં લાઇનો સમારકામ કરવા રજુઆતો કરી છે પરંતુ તંત્ર કોઇ સાભળતુ નથી જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં અંદાજે દસ હજાર કરતા વધુની વસ્તીનો વસવાટ હોઇ ગટર યુક્ત ગંદા પાણી પીવાની લાઇનમાં ભળતા કમળો અને ટાઇફોડના રોગ થાય અને આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી શંકયતાઓ હોઇ લોકો તાત્કાલિક મનપા સમારકામ કરી લોકોને ચોખ્ખુ પીવાનું પાણી મળે તેમ જોવા રજુઆતો કરી રહ્યા છે નળમાં ગંદુ પાણી આવતા લોકો ના છુટકે વેચાતુ પાણી લેવા મજબુર બન્યા છે જો તાત્કાલિક પીવાના પાણીની લાઇન સમારકામ કરવામાં નહિ આવે તો ગાંધીનગર અને ઇન્દોર જેમ રોગચાળો ફાટી નિકળે તેમ હોઇ લોકો તાત્કાલિક લાઇનો રીપેરીંગ કરવા માગ કરી રહ્યા છે આ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી આ સમસ્યાઓ હોઇ તે તંત્ર પણ જાણે છે.