ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા પણ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આદિપુરમાં પણ ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ગાંધીધામ મહાનગર પાલિકાની ટીમ દ્વારા મસ્જિદ સહિત 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારના દબાણો દૂર કર્યા છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ
કચ્છમાં ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા પોલીસ અને વીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ૩ હિટાચી, ૪ JCB, ૨ બ્રેકર, ૨ ડમ્પર અને ૬ ટ્રેકટરની મદદથી દબાણ હટાવો કામગીરી કરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. પાલિકાએ 2000 ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવી અંદાજીત 4 કરોડ કિંમતની જમીન ખુલ્લી કરાવી છે.પાલિકાની ટીમે મસ્જિદ, 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાક વિસ્તારના દબાણ દૂર કર્યા છે.