અમદાવાદના ઘાટલોડિચા વિસ્તારમાં સ્થિત નેશનલ સ્કૂલની બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ નેશનલ સ્કૂલમાં આવી ઘટના બનતા વાલીઓમાં ભય ફેલાયો છે.આ હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે.વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.પોલીસે વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડીને વઘુ કાર્યવાહી શરૂ કરી છે.
View this post on Instagram
પોલીસે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડ્યો હતો
અમદાવાદના ઘાટલોડિયામાં વિદ્યાર્થી પર હુમલો થતાં વાલીઓ તથા લોકોમાં ભય ફેલાયો છે. જૂની અદાવતમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ જ એક વિદ્યાર્થીને માર મારવામાં આવતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડ્યો હતો. ત્યાર બાદ હુમલો કરનાર વિદ્યાર્થીઓને શોધવા માટે પોલીસે સીસીટીવી સહિતની તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વાલીઓએ એવી માગ કરી હતી કે, સ્કૂલો શરૂ થાય અને છૂટે ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ હોવું જોઈએ. પોલીસે હુમલા ખોરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે શિક્ષણ મંત્રીએ પણ ઘટનાની ગંભીર નોંધ લઈને શિક્ષણાધિકારી પાસે તાત્કાલિક રીપોર્ટ માંગ્યો છે. શિક્ષણાધિકારીએ શાળા સંચાલક સાથે વાત કરીને વિગતો મેળવી હતી. સેવન્થ ડે સ્કૂલ બાદ બનેલી આ બીજી ઘટનાને પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે.