ગુજરાતમાં નબીરાઓ દારૂના નશામાં અકસ્માતો સર્જી રહ્યાં છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે બેફામ ગતિએ કાર હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક ચાલકોને ઈજા પહોંચી હતી. ઈજા ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
View this post on Instagram
કાર ચાલકે દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કર્યું
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક મોંઘીદાટ કાર ચાલકે દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કર્યું હતું. તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર બે બાઈક ચાલકોને ટક્કર મારી હતી. જેમાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. તે સંપૂર્ણ પણે દારૂના નશામાં હતો. અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. લોકો કારમાં તપાસ કરતાં દારૂ મળ્યો હતો. લોકોએ તેને માર મારીને મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ તેની સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે યુવકની અટકાયત કરી હતી અને કાર જપ્ત કરી હતી. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવાયું હતું.