પેટ્રોલ અને ડીઝલ આ બંને એવી વસ્તુ છે કે જેની રોજેરોજ જરૂર પડે. તેની કિંમતોમાં જો ફેરફાર થયા તો તેની સીધી જ અસર આપણા બજેટ પર પડે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજબરોજ ફેરફાર આવતો રહે છે. ત્યારે આજે 24 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા
આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29
ગુજરાતના શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 અને ડિઝલ 89.25 રૂપિયા પ્રતિ લિટર ભાવે છે. તેવી જ રીતે ભાવનગરમાં પેટ્રોલ 96.19 અને ડિઝલ 91.86, ગાંધીનગરમાં પેટ્રોલ 94.60 અને ડિઝલ 90.27, રાજકોટમાં પેટ્રોલ 94.26 અને ડિઝલ 89.95 રૂપિયા ભાવે છે. વડોદરામાં પેટ્રોલ 94.52 અને ડિઝલ 90.20 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.