ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amreli News: અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દોડતી થઈ

અમદાવાદની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી આપવામાં આવી હતી. આજે અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીને પગલે તપાસ માટે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કલેક્ટર કચેરીને ઇ-મેઇલ આઇડી ઉપર મળી હતી ધમકી અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેઈલ કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સે 10 લીટીમાં જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો

કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ હકતમાં આવી હતી અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કચેરીના અધિકારી અશોકકુમાર મકવાણાએ મેઇલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કલેકટર કચેરીની કામગીરીમાં ખલેલ પહોંચાડી લોકોમાં ભય ફેલાવી ધમકી ભર્યા મેઈલ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ એસઓજી પીઆઈ આર.ડી.ચૌધરીને સોંપાઈ છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »