બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની તપાસમાં સંડોવણી સામે આવતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ પોલીસની પોલ ખોલી નાંખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને તેની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરાઈ હતી. તેને મેડિકલ ચેકઅપ બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયરાજ આહીરની ધરપકડ થતાં કોળી સમાજના લોકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી.હવે આ મુદ્દે આહિર સમાજ પણ મેદાનમાં આવ્યો છે. આહિર સમાજનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
આહિર સમાજનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આહિર સમાજના મેસેજમાં કહેવાયું છે કે, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ આહીરના દીકરા જયરાજભાઈનો વિવાદ જે કંઈ પણ હોય એ આખા સમાજને ખબર જ છે. હવે આહીર સમાજને એકતા દેખાડવાનો સમય આવી ચૂક્યો છે. કોઈપણ ગામ કોઈપણ શહેર ગુજરાતના ખૂણે ખૂણે કોળીનો કોઈ પણ ધારાસભ્ય સાંસદ સભ્ય નગરપાલિકાનો સભ્ય તાલુકા પંચાયતનો સભ્ય કે જિલ્લા પંચાયતનો સભ્ય આવે તો ગામમાંનો એન્ટ્રી, હીરા સોલંકી, પરસોતમ સોલંકી અને દિવ્યેશ સોલંકીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો આટલા વર્ષોથી જો એ લોકોને આહીર સમાજ સંપૂર્ણ બહુમતીથી જો મત આપી રહ્યા હોય છતાં પણ જો એ લોકો આહીર સમાજને ટાર્ગેટ કરીને જયરાજભાઇ ને ધરપકડ થાય અને ફટાકડા ફોડે તેમના બંગલે મીઠાઈ વેચે તો આ આહીર સમાજ હવે નહીં ચલાવી લે મારા તમામ જ્ઞાતિના વડીલો મિત્રો યુવાનોને મારી એક નમ્ર અપીલ છે દ્વારિકાધીશ ને જો માનતા હો તો હવે આ લોકોનો બહિષ્કાર જરૂરથી કરવો. આપણે શાંત રહ્યા છીએ તો 2027ની ચૂંટણીમાં આ લોકોને તમામ સીટ ઉપર બતાવી દેવાનું છે કે આહિરો પોતાના દીકરાના માથા આપીને રાજ આપી પણ શકે છે અને જો પોતાના દીકરા ઉપર વાત આવે તો રાજ છીનવી પણ શકે છે. આ ફરતા થયેલા મેસેજની લલકાર ન્યૂઝ દ્વારા પુષ્ટી કરવામાં નથી આવતી. માત્ર આ પ્રકારનો એક મેસેજ હાલમાં વહેતો થયો છે એની જાણકારી આપવામાં આવી છે.