ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Republic Day 2026: વાવ થરાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લહેરાવ્યો તિરંગો, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી

ગુજરાતમાં નવા જાહેર કરવામાં આવેલા વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવી ઘ્વજ વંદન કર્યું હતું. ધ્વજવંદન દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.રાજ્ય કક્ષાની ઉજવણીમાં ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનોએ 22 પ્લેટમાં પોલીસ પરેડમાં ભાગ લીધો છે.

વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી
આજે 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે યજમાની કરવાનો અવસર નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ બન્યો છે. વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ છે

મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપતાં જણાવ્યું છે કે, સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત @ 2047ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »