અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Republic Day 2026: ગુજરાત પોલીસ રક્ષાની કાજે અડીખમ છે લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી અને પોલીસ કમિશનર જી એસ મલિકના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ.અમદાવાદ પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યા બાદ મિડીયાને જણાવ્યું હતુ કે, ભારતનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ છે. અમદાવાદમાં 24 હજાર સીસીટીવી કેમેરાનું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરાય છે.અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 259 આરોપીઓને તડીપાર કર્યા છે.પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2025માં 649 સાયબર ક્રાઇમ ગુના નોંધાયા છે અને 29.55 કરોડ રૂપિયા લોકોને પરત અપાવ્યા છે.

અમદાવાદ વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે યોજાયેલા ગણતંત્ર દિવસ સમારોહમાં હાજરી આપી હતી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે,ભારત દુનિયાનો સૌથી લોકતંત્ર દેશ ગણાય છે. બંધારણે સમાનતા, ન્યાયને માર્ગે ચાલવાની શક્તિ આપી છે અને દેશની ધરતીએ આઝાદીના ઘડવૈયા આપ્યા છે. ગુજરાત પોલીસ રક્ષાની કાજે અડીખમ છે. ગુજરાત પોલીસ લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપે છે.સરદાર પટેલે અમદાવાદથી જાહેર જીવન શરૂ કર્યુ. આ ભૂમિ ગાંધીના સંઘર્ષ મંત્ર, સરદારના લોખંડી મનોબળની ભૂમિ છે અને કોમનવેલ્થા આયોજન માટે અમદાવાદ તૈયાર છે, અમદાવાદીઓ વિશ્વના દેશોના ખેલાડીઓનું સ્વાગત કરશે. ગુજરાતનો વિકાસ સર્વ સમાવિષ્ઠ અને ટકાઉ છે. અમદાવાદ વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી છે, રાજ્યના અન્ય શહેરોનું માર્ગદર્શક અમદાવાદ બન્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે, વિશ્વની કંપનીઓ અહી આવી રહી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »