અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં સવાર 180 મુસાફરોના લગેજનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બની ધમકી લખેલી ચિઠ્ઠી મળી હતી.
અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ દરેક મુસાફરના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ફ્લાઈટને ટેક ઓફ થવામાં હજી વધુ બે કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા પ્રમણે ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. પ્લેનનું ચેકિંગ કરાયું હતું. હાલમાં પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે.