સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendra Nagar : SP પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી, ઘરે જઈને ચેકિંગ હાથ ધર્યું

ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. સતત થઈ રહેલી ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક્શન લેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ પણ ખનીજ માફિયાઓ સામે એક્શનમાં આવી છે. થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને બુટલેગરોના ઘરો પર પોલીસ અને વીજ વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોલીસના કાફલા સાથે ચેકિંગમાં જોડાયા હતાં.

પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી
થાનગઢમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. આ ચેકિંગની ઝૂંબેશમાં 250થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા છે. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમો જોડાઈ છે. આ ઉપરાંત પીજીવીસીએલની 50 ટીમો વીજ ચેકિંગમાં જોડાઈ હતી. વીજ ચેકિંગ હાથ ધરાતા અનેક ખનીજ માફિયાઓ અને બુટલેગરોના મકાનો પર ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતાં. પોલીસે બુટલેગરો અને ખનીજ માફિયાઓના ઘર પાસે ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા ગેરકાયદે વાહનો પણ ડિટેઈન કર્યા હતાં. પોલીસ અને પીજીવીસીએલ દ્વારા ખાસ કરીને ખનીજ ચોરી માટે પ્રખ્યાત જામવાળી ગામમાં ચેકિંગ હાથ ધરી મોટી વીજ ચોરી ઝડપી હતી.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »