નાણા મંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, સાત હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવાશે. જેમાં મુંબઈથી પૂના, પૂનાથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, સિલિગુડીથી વારાણસી બનાવવામાં આવશે.વિકસિત ભારત માટે હાઈ લેવલ બેંકિંગ કમિટી બનાવવામાં આવશે.કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે પણ યોજના છે.દેશમાં સી પ્લેન બનાવનારાઓને ટેકો આપવામાં આવશે.જળમાર્ગોનો ઉપયોગ કરવા માટે તાલીમ – વારાણસી અને પટનાનો વિકાસ કરીને આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવામાં આવશે.લિક્વિડિટી સપોર્ટ માટે ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામ બનશે. સાથે જ ક્રેડિટ ગેરંટી સપોર્ટ મિકેનિઝમ બનશે. GEM ને ટ્રેડ સાથે લિંક કરાશે. એસેટ બેઝ્ડ સિક્યોરિટી કરાશે.વ્યવસાયિક સહાય – શોર્ટ ટર્મ મોડ્યુલર કોર્સ ડિઝાઇન કરવા માટે સરકારી સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ટિયર-2 અને 3 સુધી તાલીમ અપાશે.
નેશનલ હેન્ડલૂમ તથા હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામની જાહેરાત
બજેટમાં ટેક્સટાઇલ લેબર ઇન્સેન્ટિવ સ્કીમ અને નેશનલ હેન્ડલૂમ તથા હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ચેલેન્જ મોડમાં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલને પણ લોન્ચ કરવામાં આવશે.ઇન્ફ્રા રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવશે. વારાણસી અને પટનામાં શિપ રિપેર ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. કોસ્ટલ કાર્ગો પ્રોમોશન સ્કીમ લોન્ચ કરવામાં આવશે અને વોટરવેઝ સેક્ટર માટે યુવાનોને ટ્રેનિંગ અપાશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.
SME સેક્ટરને મજબૂત કરવા માટે ₹10,000 કરોડ
નાણામંત્રીએ કહ્યું કે જૂના મેન્યુફેક્ચરિંગ યુનિટને મોર્ડન કરવામાં આવશે અને ટેક્સટાઇલ સ્કિલિંગ સિસ્ટમ પર નવો પ્લાન લોન્ચ કરવામાં આવશે. SME સેક્ટરને મજબૂત કરવા માટે ₹10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.જ્યારે નાના ઉદ્યોગો માટે ₹2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. MSMEs માટે લિક્વિડિટી સપોર્ટ આપવા માટે TREDS ની વ્યવસ્થા કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2027 માટે કેપેક્સ લક્ષ્ય ₹12.2 લાખ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યું છે.