યુનિયન બજેટ 2026માં નાંણા મંત્રી નિર્મલા સિરારામને ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી. તેમણે કહ્યું કે ખેતીના ઉત્પાદનમાં વિવિધતા લાવવા, ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર, કાજુ અને કોકો જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત અખરોટ અને પાઈન નટ્સ જેવા સૂકા મેવાઓની ખેતીને પણ ટેકો આપવામાં આવશે.
ભારતના ખેડૂતો માટે સીતારમણની જાહેરાતો
દેશના કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં સરકારના મુખ્ય લક્ષ્યો જોઈએ તો તેમાં ઉત્પાદકતા વધારીને અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને ખેડૂતોની આવક વધારવી, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવું.નબળા વર્ગોને માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા (ઈજા) ની સારવારની સુવિધા આપવી.ગરીબો, નાના રાજ્યો અને પૂર્વોત્તર ક્ષેત્ર પર વિશેષ ફોકસ કરીને વિકાસ અને રોજગારને વેગ આપવો.મત્સ્ય પાલન ક્ષેત્રમાં સરકાર 500 જળાશયો અને અન્ય તળાવોના વિકાસને જોડવાની પહેલ કરશે. આનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં મત્સ્ય મૂલ્ય સાંકળ (વેલ્યુ ચેઇન) મજબૂત થશે. સાથે જ સ્ટાર્ટઅપ્સ, મહિલા નેતૃત્વ હેઠળના જૂથો અને માછીમાર ઉત્પાદક સંગઠનો (FPOs) સાથે બજાર જોડાણ વધારવામાં આવશે.નાળિયેર ઉત્પાદનમાં સ્પર્ધાને વધુ વધારવા માટે હું એક નાળિયેર સંવર્ધન યોજનાનો પ્રસ્તાવ કરું છું જેથી વિવિધ રીતે ઉત્પાદન વધારી શકાય અને ઉત્પાદકતા સુધારી શકાય.2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડમાં બદલી શકાય.