નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતમાં ગુજરાત માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવાનોને કારકિર્દીના માર્ગો પૂરા પાડવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં રોજગારનું સર્જન કરવા માટે જુદા જુદા પગલા ભરવામાં આવશે.
આયુર્વેદ માટે ત્રણ નવા એઇમ્સ સ્થાપિત કરવામાં આવશે
નાણાં મંત્રીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં એક લાખ નિષ્ણાંત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો બનાવવામાં આવશે. 1.5 લાખ કેર ગિવર્સને તાલીમ અપાશે. ભારતીય યોગને વિશ્વભરમાં ફેલાવવા માટે, અમે ગુણવત્તાયુક્ત આયુર્વેદિક ઉત્પાદનોના નિકાસને પ્રોત્સાહન આપીશું. આયુર્વેદ માટે ત્રણ નવા એઇમ્સ સ્થાપિત કરવામાં આવશે.આયુર્વેદિક દવાઓના પરીક્ષણ માટે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે.