ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સમાં 2300, નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો

બજેટ રજૂ થાય તે પહેલાં આજે, 1 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં કડાકો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બજાર નાણામંત્રીના બજેટ ભાષણની શરુઆતમાં 400 અંક જેટલું પ્લસ હતું તે હાલ 800 અંક તૂટી ગયું છે. એટલે જોઈએ તો બજેટની શરુઆતથી અત્યાર સુધી 1 કલાકના સમયમાં 1200 અંકનો ઘટાડો આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો હતો. ઘણા ડિફેન્સ શેરોમાં ઉછાળો આવ્યો હતો.

સેન્સેક્સમાં 2300 પોઇન્ટનો કડાકો બોલાયો
બજેટના ભાષણ દરમિયાન એક એક મિનિટમાં શેરબજારમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. બપોરે 12.32 કલાકે સેન્સેક્સ 2300 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બજેટમાં F&O રોકાણો પર STT વધારવામાં આવ્યો છે. તે પાછલા બજેટમાં પણ વધારવામાં આવ્યો હતો. આ વખતે, તે 0.1% થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ, શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે 12.35 કલાકે શેરબજાર 1600 પોઇન્ટના ઘટાડા પર પહોંચ્યુ હતું. સેન્સેક્સમાં 1688.41 પોઇન્ટના ઘટાડા સાથે 80,877.96 અંકે જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 12.36 કલાકે 563.55 પોઇન્ટના ઘટાડા સાથે 24,855.35 અંકે જોવા મળે છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »