અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થીએ બીજાને બ્લેડ મારી દીધી

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ જાગ્યો છે. આ સ્કૂલમાં અગાઉ બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવાઈ હતી. સરકાર હસ્તક ગયા બાદ પણ આ સ્કૂલમાં સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. વિદ્યાર્થી મોનિટર હોવાથી તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં આવવાનું કહેતા જ તેનું મન દુઃખ રાખીને મોનિટર વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

હુમલો કરનાર બાળકોને બોલાવીને તેમના નિવેદનો લેવામાં આવશે
આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલમાં પહોંચી હતી. આ ટીમ દ્વારા હુમલો કરનાર બાળકોને બોલાવીને તેમના નિવેદનો લેવામાં આવશે. શિક્ષણ અધિકારીએ આ સમગ્ર બનાવને લઈને સ્કૂલને નોટીસ આપી છે. સ્કૂલમાં થયેલી બેદરકારી અંગે પ્રિન્સિપાલ અને એડમીનને સસ્પેન્ડ કેમ ના કરવા તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાંખી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ભય ફેલાયો છે.

 

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »