અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સેવન્થ ડે સ્કૂલમાં ભોગ બનનાર વિદ્યાર્થીનો શર્ટ તપાસ માટે FSL મોકલાયો, પોલીસ અને શાળા સંચાલનનો મત અલગ

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ જાગ્યો છે. આ સ્કૂલમાં અગાઉ બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવાઈ હતી. સરકાર હસ્તક ગયા બાદ પણ આ સ્કૂલમાં સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. વિદ્યાર્થી મોનિટર હોવાથી તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં આવવાનું કહેતા જ તેનું મન દુઃખ રાખીને મોનિટર વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ કહે છે ફરિયાદમાં બ્લેડ મારી હોવાનું પીડિતે જણાવ્યું છે જ્યારે શાળાના સુપરવાઈઝરે બ્લેડ નહીં મારી હોવાનું નિવેદન આપતા મામલો ખરેખર શું છે તે અંગે સવાલો ઉભા થયાં છે.

પોલીસમાં શું ફરિયાદ થઈ છે તેની મને ખબર નથી
આ અંગે એસીપી કુણાલ દેસાઈએ કહ્યું હતું કે, પીડિત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બ્લેડ વડે શર્ટ ફાડવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. પોલીસે વિદ્યાર્થીનો ફાટેલો શર્ટ કબજે કર્યો છે. આ શર્ટ ફાડવામાં બ્લેડનો ઉપયોગ થયો છે કે નહીં તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. પોલીસે શાળા સંચાલન પાસે પણ ઘટના બાદ શું કાર્યવાહી કરવામાં આવી તેનો વિગતવાર ખુલાસો માંગ્યો છે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીને માર મારનાર વિદ્યાર્થીઓ સામે જુવેનાઈલ જસ્ટીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ બાદ વિદ્યાર્થીનો શર્ટ FSLમાં મોકલવામાં આવ્યો છે. શાળાના સુપરવાઈઝર અલીફ કુમાર નાયકે કહ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ધક્કામુક્કી થઈ હતી. શર્ટ ફાડવામાં આવ્યો હોવાની કોઈ વાત નથી. પોલીસમાં શું ફરિયાદ થઈ છે તેની મને ખબર નથી.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »