યુટિલિટી ટ્રેંડિગ ન્યૂઝ

Smart Phone: નવો ફોન ખરીદવાની ગણતરી હોય તો આટલું ખાસ ધ્યાન રાખજો

Smart phone

માત્ર કેમેરા ફીચર જોઈને જો ફોનની ખરીદી કરતા હોવ તો ચેતી જજો. ઘણાય ફોનમાં કેમેરા સિવાયના ફીચર્સ લિમિટેડ હોય છે. સમય જતા આ ફોનમાં સ્પેસ, સ્ક્રિન અને હેંગ થઈ જવાના ઈસ્યૂ આવતા હોય છે. માર્ચ મહિનામાં એક નાણાકીય વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને એપ્રિલથી નવું નાણાકીય વર્ષ ચાલું થઈ રહ્યું છે. બજેટની અપડેટ અનુસાર ફોનના ભાવમાં ફેર પડવાનો છે. આવનારા મહિનાઓમાં જો નવો સ્માર્ટ ફોન લેવાનો વિચાર હોય તો કેટલાક એવા ફીચર્સ છે જે ધ્યાને લેવા જરૂરી છે, જેથી આગળ જતા સ્પેસ કે ફોન હેંગ થવાના પ્રોબ્લેમ ન આવે.

Smart phone

માર્ચ મહિનામાં આવશે નવા ફોન

સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ ઘણા નવા ડિવાઈસને માર્કેટમાં લાવવા તૈયાર છે. યોગ્ય ભાવ અને ડીલર્સને યોગ્ય કમિશન મળી રહે એવા સમયની રાહ જોવાતી હોય છે. બીજી તરફ ઓનલાઈન ફોનનો ઓર્ડર કરનારાઓ માટે પણ અમુક ફોન સ્ટોકમાં હોતા નથી અથવા અવેલેબલ થવામાં થોડો સમય હોય છે. સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ જ્યારે કોઈ નવો ફોન માર્કેટમાં મૂકે છે એ પહેલા ઓનલાઈનમાં કોઈ રીતે એવેલેબલ ન થાય એનું ખાસ ઘ્યાન રાખે છે. પહેલા ફોન માર્કેટમાં આવે છે અને પછી માર્કેટમાં આવ્યાના એકાદ દિવસમાં તે ઓનલાઈન પ્લેટફોર્મ પર આવે છે.

Smart phone

ગૂગલનો નવો મોબાઈલ

Google pixel 10a સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે. Samsung galaxy S25 Ultra, Samsung galaxy S25 અને iphone ન્યૂ ડિવાઈસ ફોન આવી રહ્યા છે. આ ચારેય ફોન ખૂબ જ હાઈરેન્જમાં છે. પૈસા વસુલ સ્માર્ટ ફોન લેવો હોય અને મહત્ત્વના ફીચર્સ પણ એક્સેસ કરવા માટે મળે તો કેટલીક બાબતો પર ફોન ખરીદતી વખતે ધ્યાન આપવું અનિવાર્ય છે. નવા લૉંચ થતા સ્માર્ટફોન ડિવાઈસ મોંઘા હોય છે. એઆઈ અને ફીચર્સ સંબંધીત બીજી અપડેટ આપીને કંપની ભાવ વધારા સાથે માર્કેટમાં મૂકે છે.

Smart phone

શું ધ્યાન રાખવું મોબાઈલ ખરીદતી વખતે?

માત્ર કેમેરાની ક્લેરિટી જોઈને ફોનની પસંદગી ન કરવી જોઈએ. ફોનમાં રેમ, સ્પેસ અને બીજા એક્સટર્નલ ફીચર્સ જાણવા જોઈએ. જેમ કે, સ્ક્રિન સ્પીટ ઓપ્શન છે? ઑપરેટિંગ સિસ્ટમની અપડેટ કેટલીવાર આવશે અન કેટલી આવશે આ અંગે પૂછપરછ કરી શકાય. ઘણાય ફોનમાં સ્ક્રિન ડેમેજ પર ઈન્સ્યોરન્સ આપવામાં આવે છે એમાં સ્પષ્ટતા કરવી જરૂરી છે. ક્લેઈમ વખતે મુશ્કેલી પડે એવું ન કરવું જોઈએ. કેટલા ફીચર્સ ઈન્ટરનેટ વગર પણ કામ કરશે એ તપાસવું જોઈએ. એઆઈ ફીચર્સ અને 5G અપડેટ આપવામાં આવી છે એના ઓફલાઈન ફીચર્સ પણ તપાસવા જોઈએ.

પર્ફોમન્સ ડાઉન ન થાય એ ખાસ જોવું

સમય જતા મોબાઈલ ફોનની સ્ક્રિનમાં ડીમલાઈટ થઈ જાય છે. બ્રાઈટનેસ પણ ઘટે છે. આ વિશે અવશ્ય પૂછીને ફોન લઈ શકાય છે. સારૂ પર્ફોમન્સ હોય તો ફોન લાંબા સમય સુધી ટકે છે. બીજી તરફ ફોન હેંગ ન થાય એ વિશે ડીલર સાથે ચર્ચા કરી શકાય છે. જે સ્માર્ટફોનની કિંમત ઓછી છે એ ફોન પણ બેસ્ટ પર્ફોમન્સ આપે છે. ખાસ કરીને ફોન સર્ફિંગને લઈને સારા ચાલતા હોન વર્ષો સુધી ટકી રહે છે. મોટાભાગના મોબાઈલ સાથે હવે ફાસ્ટ ચાર્જિંગ આવે છે. ઘણીવાર ચાર્જિંગને લઈને ફોનને ખોલી તો શકાતો નથી પણ બેટર બેકઅપ અંગે ખાસ તપાસ કરવી જોઈએ.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »