જૂનાગઢઃ મહાશિવરાત્રીના દિવસે મૃગીકુંડમાં સ્નાન કરવા બબાતે કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં રવેડી યાત્રામાં ભાગ લઈને તેમણે મૃગીકુંડમાં સાધુ-સંતો તથા દિગંબર સાધુઓ સાથે ડૂબકી લગાવી હતી, જેને લઈને તે વિવાદમાં છે. એક દિવસ પહેલા રાત્રે 9 વાગ્યે લાઈવ કરવાનું અને કેટલાક નામ લઈને ઉઘાડા પાડવાની આક્રમક અંદાજમાં ચિમકી ઉચ્ચારી હતી. પણ પછી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડિયો પોસ્ટ કરીને તેમણે હવે લાઈવ કેમ ન કર્યું એની હકીકત જણાવી દીધી છે.
ફરજ રૂકાવટનો કેસ દાખલ
મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને વિવાદમાં રહેલી કીર્તિ પટેલે ફરી એમના કોઈ ગુરૂનો ઉલ્લેખ કરીને આ વિડિયો પોસ્ટ કર્યો છે. સામાન્ય રીતે એક પરંપરા અનુસાર મહાશિવરાત્રીના દિવસે રવેડી યાત્રા બાદ મૃગીકુંડમાં સાધુ સંતો માટેનું સ્નાન હોય છે, પરંતુ કીર્તિ પટેલે સાધુ સંતો સાથે ડૂબકી લગાવીને સવાલ ઊભા કર્યા હતા. બીજી તરફ રવેડી યાત્રા દરમિયાન તેમણે પોલીસકર્મીઓ સામે દાદાગીરી કરી હતી. આ વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હું આરોપી નથી હો…એવું કહીને પોલીસકર્મીઓને આંખ દેખાડી હતી, જોકે જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે એક ફરિયાદ પણ કીર્તિ પટેલ સામે દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં કાયદેસરના પગલા લેવાના શરૂ કરી દીધા છે. પોલીસની ફરજ રૂકાવટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 15 ફેબ્રુઆરીના રોડ કીર્તિ પટેલનો મૃગી કુંડમાં ડૂબકી લગાવતો વિડિયો વાયરલ થયો હતો.