અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો, માવઠું થવાથી ખેતીને નુકસાનની ભીતિ

ગુજરાતમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. વરસાદી ઝાપટાને કારણે લગ્નની સિઝન પર મોટી અસર પહોંચી છે. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે. ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે લોકોએ એકસાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો, સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ

હાંસોટ તાલુકાના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદ કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારમાં છાંટા પડ્યાં હતાં. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »