જૂનાગઢઃ વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સતત કાયદાના સંઘર્ષમાં આવી રહી છે. જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં ભગવા વસ્ત્રો પહેલીના નાગા સાધુઓ વચ્ચે જઈને મૃગી કુંડમાં સ્નાન કરતો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને કીર્તિ પટેલને મૃગી કુંડ પાસેથી બહાર કાઢવામાં આવી. ત્યારબાદ તેણે ભવનાથ મંદિર પરિસર બહાર મહિલા પોલીસ અધિકારી સાથે પણ બબાલ કરી જેને લઈને તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. માત્ર અહીંથી નથી અટકતુ તેની સામે આ પછી સતત ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પોલીસે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવો જોઈએ કીર્તી પટેલ કેમ વિવાદોમાં ઘેરાઈ? તેની સામે કોના આશિર્વાદ કામ કરી રહ્યાં છે જેના કારણે તે વારંવાર કાર્યવાહી બાદ પણ બચી જાય છે.
અફઝલ સીડાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો
ગત 17 જૂનના રોજ સુરતના કાપોદ્રામાં એક બિલ્ડરને ખંડણી અને હની ટ્રેપની ધમકી આપ્યાની ફરિયાદ થતાં જ પોલીસે તેની અમદાવાદથી ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપી હતી. ત્યાર બાદ પણ તે બહાર આવી અને જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભગવા વસ્ત્રો પહેરીને પહોંચી ગઈ. જ્યાં તે નાગા સાધુઓ વચ્ચે જઈને મૃગી કૂંડમાં ડૂબકીઓ લગાવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન તેણે જૂનાગઢમાં એક મહિલા પોલીસ અધિકારી સામે બબાલ કરી હતી. જેથી તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલે એક યુટ્યૂબર અફઝલ સીડા પાસે પણ 20 લાખ રૂપિયાની ખંડણીની માગ કરી હતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ યુટ્યુબર અફઝલ સીડાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઈન્દ્રભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા
પોલીસે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. આટલેથી નહીં અટકતા કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ઇન્દ્રભારતી બાપુના ઈશારે જ અમને બહાર કાઢવામાં આવ્યા હતાં. કિર્તીની ખાસ મિત્ર દિવ્યા સાવલાણીએ પણ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેની સામે અફસલ સીડાના ઈશારે ગુનો દાખલ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કીર્તિ પટેલ સામે લોકોના ઘર પડાવી લેવા અને ખંડણી સહિતના ગંભીર ગુનાઓ દાખલ થયાં છે. પોલીસ તેની સામે વારંવાર એક્શન લે છે પણ તે કોના આશિર્વાદથી બચી જાય છે તે સૌથી મોટો સવાલ છે. હવે જોવાનું એ છે કે ત્રણ ત્રણ ફરિયાદો નોંધાયા બાદ પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી છે ત્યારે તે ફરીવાર બચી જશે કે તેની સામે યોગ્ય કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ છે.