વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
બિલ્ડરોની જી હજુરી કરતા અધિકારી બની ગયા વિશ્વના નાથ
અમદાવાદ શહેરના એક ACPએ બિલ્ડરો સાથે કન્સ્ટ્રક્શનનો જાણો ધંધો શરૂ કર્યો હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. બિલ્ડરોના ફસાયેલા પૈસા કઢાવી આપવા અને મેટરો બજાવવા સહિતના કામો માટે જાણે વિશ્વનો નાથ બની ગયા હોય તેમ અધિકારી ફૂલીને ફારકા જેવા થયા હોવાની ચર્ચાઓ જાગી છે. આ ACP અગાઉ પણ તોડકાંડના કારણે ચર્ચામાં આવ્યા હતાં. તેથી તેમને સાઈડ પોસ્ટિંગમાં મુકી દીધા હતાં, જ્યાં ભાગ્યેજ કોઈ પોલીસ અધિકારીને જવલ્લે જ મુકવામાં આવે છે. આ અધિકારી તેમના ઉચ્ચ અધિકારીઓના હુકમને પણ ઘોળીને પી જતા હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં થઈ રહી છે. આ ઉપરાંત કોઈ પણ વિસ્તારમાં બિલ્ડરનો વિવાદ હોય તેને તેમના તાબામાં આવતા પોલીસ સ્ટેશનને યેનકેન પ્રકારે લાવીને પોતાની મરજી મુજબ બિલ્ડરોની જી હજૂરી કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કોલ સેન્ટરીયા પાસે પ્રોટેક્શન મની ઉઘરાવતા ઘુવડ ગેંગના સભ્યો પર પણ આ અધિકારીના ચાર હાથ હોવાની ચર્ચાઓ છે. જય હો…
PSIનો ખાનગી માણસ પોલીસ બનીને દરોડા પાડી શકે?
અમદાવાદ શહેરના એક PSI ઉચ્ચ અધિકારીના ખાસ વ્યક્તિ હોવાના કારણે તેમણે માજા મુકી દીધી હોવાની ચર્ચાઓ જાગી છે. ચોરના જાણે સગા હોય તેમ વાડિયાની માફક કુલના દિપક નામના એક શખ્સ પોલીસ કર્મચારી ના હોવા છતાં પણ આ PSIએ ખાનગી વ્યક્તિને કેટલીક જગ્યાઓએ જાણે રેડ પાડવાનો પરવાનો આપી દીધો હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. કુલનો દિપક પોલીસ કર્મચારી ના હોવા છતાં પણ પોલીસ હોવાના વહેમમાં જ રહે છે અને લોકોને રૌફ મારતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. થોડા સમય પહેલા પણ મણીનગર વિસ્તારમાં એક જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો તેમાં કુલના દીપકે પોતે પોલીસ હોવાની ઓળખ આપીને દમ માર્યો હોવાની ચર્ચાઓ ચાલુ થઈ છે.