સુરત ગ્રામ્ય LCB પોલીસએ આંતરરાજ્ય ચોર જીમી ઉર્ફે દીપક શર્માની ધરપકડ કરી છે. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં 100થી વધુ ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. તેની ધરપકડથી સુરત ગ્રામ્યના બારડોલી, માંડવી, ઓલપાડ અને આસપાસના 24 ગુનાઓ ઉકેલાયા છે. પોલીસે જ્મીની પાસેથી ₹15.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સમયમાં દિવસના સમયે મકાનમાં ચોરીના બનાવો વધી રહ્યા હતા. બારડોલી, માંડવી, ઓલપાડ અને કોસંબા વિસ્તારમાં લાખો રૂપિયા મૂલ્યના દાગીના અને રોકડ ચોરાયા હતા. આ ગુનાઓ ઉકેલવા માટે રેન્જ IG પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય SP રાજેશ ગઢિયાએ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની છ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
સુપર ચોરને ક્રાઈમ બ્રાંચે આઈડીયાથી પકડ્યો
તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને ઈન્ટેલિજન્સથી પત્તો લાગ્યો કે જીમી બાઈક પર હેલ્મેટ પહેરીને સોસાયટીમાં રેકી કરીને મિનિટોમાં મકાનો સાફ કરતો હતો. સરત LCBને ચોક્કસ માહિતી મળી કે જીમી કામરેજના જોખા-વાવ રોડ પરથી પસાર થશે. નાકાબંધી કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો અને ચોરીના સાધનો અને રોકડ કબજે કર્યા. પૂછપરછમાં જ્મીએ કબૂલ્યું કે તે ચાર રાજ્યોમાં 100થી વધુ ચોરીઓ કર્યાનો છે. તેની પાસેથી 40 ગ્રામ સોનાની લગડી, 64 ગ્રામ સોનાના સિક્કા અને ₹1.5 લાખ રોકડ મળ્યા. તે ચોરીના દાગીના દિલ્હી અને ગોવામાં વેચતો હતો. જ્મીની ચોરી કરવાની રીત ખુબ પ્રોફેશનલ હતી; તે સારા કપડાં પહેરી રેકી કરતો, બાઈકની નંબર પ્લેટ કાઢી નાખતો અને ચોરી થયા બાદ ફરી લગાવી દેતો. સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહીથી ચાર રાજ્યોના પોલીસની ઊંઘ હરામ કરનાર જ્મી હવે કેદમાં છે. સ્થાનિક લોકો 24 ગુનાઓ ઉકેલાતા રાહતના શ્વાસ લીધા છે.