સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: રાંદેરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાંખી, પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા આરોપીએ પિતરાઈ ભાઈ પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.મૃતક સુલતાન અહેમદ ઇફ્તખાર મોહમ્મદ શેખ મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન મહિનો ચાલતો હોવાથી તે દર વર્ષની જેમ પોતાની માતા અને બહેન સાથે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સગા મામાના ઘરે આવ્યો હતો. ઘટનાના દિવસે આરોપી અલ્લારખા ઉર્ફે આમિર આમિનુદ્દીન શેખ, જે મૃતકનો સગો મામાનો દીકરો થાય છે, તેની અને મૃતકની માતા વચ્ચે બોલાચાલી થઈ હતી.

આરોપીનો પત્તો મેળવી તેને ડિટેન કર્યો
આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પોતાની માતા સાથે થયેલી બોલાચાલી જોઈને સુલતાન અહેમદ વચ્ચે પડ્યો હતો.આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ તરફ ભાગી જવાની તૈયારીમાં હતો અને તેણે થેલામાં કપડા પણ પેક કરી લીધા હતા. પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી કરતા આરોપીનો પત્તો મેળવી તેને ડિટેન કર્યો હતો. ત્યારબાદ મૃતકની માતા નઝમાબાનું ઇફ્તખાર મોહમ્મદ શેખની ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »