સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News : બે કોલેજિયન યુવતીઓના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, લવમાં બ્રેક અપને કારણે જીવન ટૂંકાવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મંદિરના બાથરૂમમાંથી મળેલા આ બનાવને લઈને પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને યુવતીઓએ એનેસ્થેસિયાની દવાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે.પોલીસ તપાસમાં મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી તરીકે થઈ છે. બંને યુવતીઓ વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું છે.

કેટલાક મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા
બનાવ બાદ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવતીઓના મોબાઈલ ફોનમાંથી કેટલાક મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને યુવતીઓ પ્રેમ સંબંધમાં હતી અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. આ ઘટનાથી બંને યુવતીઓ માનસિક રીતે તૂટી પડી હોવાની પણ માહિતી સામે આવી છે.પોલીસના જણાવ્યા મુજબ આશરે પંદર દિવસના અંતરે બંને યુવતીઓના તેમના પ્રેમી સાથે સંબંધ તૂટ્યા હતા. મોબાઈલમાં મળેલા મેસેજ અને અન્ય માહિતીના આધારે આ વાતની પુષ્ટિ થતી હોવાનું જણાવાયું છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આપઘાત પાછળના અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »