ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: ગુજરાતના 10 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવાની શક્યતા

ગુજરાતમાં દિવસ પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોના કારણે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ગરમી અંગે ચેતવણી જાહેર કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો નોંધપાત્ર રીતે ઊંચો જતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન લગભગ 41 ડિગ્રી સુધી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

10 જેટલા જિલ્લાઓમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ
રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ સહિત કુલ 10 જેટલા જિલ્લાઓમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દિવ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેવા ઉપરાંત રાત્રિના સમયે પણ ઉકળાટનો અનુભવ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ તરફથી આવતાં ગરમ પવનોને કારણે ગરમીની અસર વધતી જતી હોવાનું વિભાગે જણાવ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »