ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બેંકની શાખાઓમાં 7 કરોડથી વધુનું સાયબર ફ્રોડ, સોફ્ટવેર હેક કરી રકમ ટ્રાન્સફર કરી

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં મોટી સાયબર ઠગાઈની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ સાયબર ગઠિયાઓએ બેંકની ચાર અલગ અલગ શાખાઓમાંથી સાત કરોડ રૂપિયાથી વધુ રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે બેંક તંત્ર તેમજ ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.માહિતી મુજબ આ ફ્રોડ તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સ્થિત બેંકની શાખાઓમાં થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર રવિવારના દિવસે સાયબર ગઠિયાઓએ બેંકના સોફ્ટવેરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી બિનઅધિકૃત રીતે રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

લેવડ-દેવડ સહિતની સેવાઓ સમયસર બંધ કરાઈ
ઘટનાની જાણ થતાં જ બેંક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બેંકની તમામ શાખાઓમાં લેવડ-દેવડ સહિતની સેવાઓ સમયસર બંધ રાખવામાં આવી છે, જેથી વધુ કોઈ નુકસાન ન થાય. સાથે જ સમગ્ર મામલે બેંકના મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાયબર ફ્રોડની આ ઘટનાને પગલે બેંકમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને ટેક્નિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, આ સમાચાર ઝડપથી ફેલાતા બેંકના ગ્રાહકો અને થાપણદારોમાં ચિંતા જોવા મળી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને ફ્રોડ પાછળના આરોપીઓને ઝડપવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »