અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જૂના જોગીઓનું શું થશે? ભાજપે લીધો છે મોટો નિર્ણય

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ મતદાન થવાનું હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ભાજપ દ્વારા આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાની ચર્ચા તેગ બની છે.

ચૂંટણીમાં યુવા નેતૃત્વને વધુ પ્રાથમિકતા

મળતી માહિતી મુજબ ભાજપ આગામી ચૂંટણીમાં યુવા નેતૃત્વને વધુ પ્રાથમિકતા આપવા તરફ આગળ વધી રહી છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા નેતાઓ અંગે ફરી વિચારણા થઈ શકે છે. સાથે જ 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવાના મામલે પણ સાવધ અભિગમ અપનાવવામાં આવી શકે છે. જો આ માપદંડ લાગુ કરવામાં આવે તો ઘણા અનુભવી કોર્પોરેટરો માટે આગામી ચૂંટણી મુશ્કેલ બની શકે છે.અમદાવાદ મહાનગરપાલિકામાં હાલમાં એવા અંદાજે 32 જેટલા કોર્પોરેટરો છે, જેઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટાઈ રહ્યા છે અથવા તેમની વય 60 વર્ષથી વધુ છે. પરિણામે આગામી ચૂંટણીમાં તેમની ઉમેદવારી અંગે અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે.શહેરના નારણપુરા, રાણીપ, સરદારનગર, સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, શાહીબાગ, બાપુનગર અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં એવા ઘણા નેતાઓ છે, જેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહ્યા છે.

નવા ઉમેદવારોને તક મળવાની શક્યતા ઊભી થઈ શકે છે
જો ભાજપ યુવા ચહેરાઓને તક આપવાની નીતિ પર અડગ રહે તો આ વિસ્તારોમાં નવા ઉમેદવારોને તક મળવાની શક્યતા ઊભી થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી શરૂ કરી રહી છે.પક્ષ દ્વારા સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા યુવા કાર્યકરોને ઉમેદવારી આપવાની ચર્ચા ચાલી રહી છે. સાથે જ બદલાતા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં પરિવારજનોને પણ ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા કોઈ આયાતી ઉમેદવાર ઉતારવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારી માટેની હોડ વધી રહી છે. જો ભાજપ યુવા નેતૃત્વને આગળ લાવવાનો નિર્ણય અમલમાં મૂકે તો આ વખતે ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓ જોવા મળી શકે છે. પરિણામે શહેરની રાજનીતિમાં પણ નોંધપાત્ર બદલાવ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »