અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Airport: DRI-કસ્ટમનું સફળ ઓપરેશન: કરોડોની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત

અમદાવાદ:ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે એજન્સીઓએ લાલ આંખ કરી છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈ (DRI) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી હાઈબ્રિડ ગાંજાનું સ્મગલિંગ પકડી પાડ્યું છે.
બેંગકોકથી લાવવામાં આવ્યું ડ્રગ્સ:
મળતી માહિતી મુજબ, બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા બે શંકાસ્પદ મુસાફરોની તપાસ કરતા તેમની પાસેથી ૨.૨૫ કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ અત્યંત મોંઘું અને નશાકારક માનવામાં આવે છે. DRI ની ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ વિભાગે આ કાર્યવાહી કરી હતી.
તપાસનો ધમધમાટ:
પકડાયેલા બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ અને કસ્ટમ એ જાણવા માટે તપાસ કરી રહી છે કે, આ ગાંજો અમદાવાદમાં કયા પેડલરને પહોંચાડવાનો હતો.

યુવાધન માટે ખતરો:
સ્મગલરો અવનવી પદ્ધતિઓ અપનાવીને નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં પોલીસે ‘ગોગા પેપર’ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરી હતી, જેનો ઉપયોગ ગાંજો પીવા માટે થતો હોય છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »