ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાર બાદ આજે સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટને ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે અમદાવાદની ભદ્ર કોર્ટ અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્મોલ કોઝ કોર્ટને ઈમેલ પર ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી સહિતની ટીમો કોર્ટમાં પહોંચી ગઈ છે.
ધમકીઓ ભર્યા મેઈલ આવતા પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું
પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ પહેલા પણ અમદાવાદની 19 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. શહેરમાં કોર્ટ, એરપોર્ટ અને સ્કૂલોને અવારનવાર આ પ્રકારની ધમકીઓ ભર્યા મેઈલ આવતા પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું છે. આ પ્રકારના મેલ ક્યાંથી અને કોણ મોકલી રહ્યું છું તે અંગેની પણ તપાસ ચાલુ છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કડી હાથમાં નથી આવી. કયા કારણોસર આ પ્રકારના મેઈલ આવી રહ્યાં છે. છેલ્લા બે ત્રણ મહિનામાં શહેરમાં કોર્ટ અને સ્કૂલોમાં આ પ્રકારના ધમકી ભર્યા મેલ આવી રહ્યાં છે. ત્યારે પોલીસ હજી સુધી આ મેલ કોણ કરી રહ્યું છે તેની ચોક્કસ માહિતી મેળવી શકી નથી.
રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આજે હાઇકોર્ટ સહિત સુરત,આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.આ ધમકી લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમદ્વારા આપવામાં આવી છે. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.