અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

શાબાશઃ પાંચ મહિનાના બાળકના ગળામાંથી બટન સેલ દૂર કરાયો, શિશુને મળ્યું નવજીવન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે પાંચ મહિનાના એક માસૂમ બાળકનો જીવ બચાવીને નવજીવન આપ્યું છે. આ સાથે ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમતમાં બટન સેલ (બેટરી) ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું. હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો.

અયાનને મળ્યું નવજીવન

અમદાવાદના રહેવાસી એવા રાઘવભાઈના ૫ મહિનાના બાળક અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી. ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. માતા-પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા, તેઓ તુરંત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. બાળકની સ્થિતિ જોઇને સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે ત્વરિત પગલાં લીધા હતા. બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ, ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક ધોરણે બાળકની એન્ડોસ્કોપીની પ્રક્રિયા હાથ ધરી હતી.

ડોક્ટરોએ બેટરીના કેમિકલનું ગંભીર જોખમ નિવાર્યું

એન્ડોસ્કોપી દરમિયાન, અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા (Ulcers) પડી ગયા હતા. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ કિસ્સાની ગંભીરતા જણાવતા કહ્યું કે સમયસર સેલ દૂર ન થયો હોત તો બેટરીના કેમિકલથી અન્નનળીમાં છિદ્ર (Perforation) થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી. એક અંગત હોસ્પિટલમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડોક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી.

બાળક સંપૂર્ણ સ્વસ્થતા

સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રુઝાવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપવામાં આવી. 15 દિવસ પછી ફોલો-અપ એન્ડોસ્કોપીમાં અન્નનળીની દીવાલ સંપૂર્ણપણે સામાન્ય જણાતા બાળકને મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બાળક અયાન હવે કોઈપણ તકલીફ વિના પહેલાની જેમ ખોરાક લઈ શકે છે. વાલીઓને અપીલ કરતા ડૉ. જોષી જણાવે છે કે નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે, તેથી બાળક રમતું હોય ત્યારે ઘરના એક સભ્યએ સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે અને નાની બેટરી, સિક્કા કે રમકડાંના નાના ભાગો તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »